જૂનાગઢનાં ઝાંઝરડા રોડ, મંદિર એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૪૦રમાં જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીના આધારે બી ડિવીઝન પોલીસે રેડ કરતાં બે મહિલા સહિત પાંચ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પો. કોન્સ. પી.બી. હુણ અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીના આધારે ઝાંઝરડા રોડ, સાંઈબાબા મંદિર સામે આવેલ મંદિર એપાર્ટમેન્ટના બ્લોક નં. ૪૦ર માં જુગાર અંગે દરોડો પાડતાં ભાવિકાબેન રમણીકભાઈ વાછાણી, મયુરકુમાર વલ્લભભાઈ વણપરીયા, દિપકભાઈ પ્રવિણભાઈ જાટાણીયા, પારૂલબેન ગિરીશભાઈ વ્યાસ, ભાવનાબેન દિનેશભાઈ વગેરેને રૂ. ૩,૬૮૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. ભાવિકાબેન પોતાના રહેણાંક મકાને જુગાર રમવા બોલાવી અને નાલ ઉઘરાવી અને જુગારનો અખાડો ચલાવતા હોય તેવી બાતમીને આધારે આ રેડ કરવામાં આવી હતી. આ બનાવની વધુ તપાસ બી ડિવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. જે.જી. ગઢવી ચલાવી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews