ભારતમાં બેન થઈ ચુકેલા ચીની એપ ટીકટોક ઉપર વધુ એક ખતરો મંડરાઈ રહયો છે. ઓસ્ટ્રેલીયામાં હવે ટીકટોક બેન કરવાની માંગ વધી રહી છે અને સંસદીય કમીટી બેન ઉપર વિચાર કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય અઠવાડીયાઓથી ઓસ્ટ્રેલીયા અને ચીનમાં તણાવ ખુબ જ વધી ગયો છે. રાષ્ટ્રીય સુરક્ષાના ખતરા અને યુઝર્સનાં ડેટાને ચીનની સાથે શેર કરવાના મુદા ઉપર ઓસ્ટ્રેલીયામાં ટીકટોક બેન થઈ શકે છે. ચીની એપ ટીકટોકના ઓસ્ટ્રેલીયામાં ૧૬ લાખથી પણ વધારે યુઝર્સ છે. ઓસ્ટ્રેલીયામાં તે પણ કહેવામાં આવી રહયું છે કે યુઝર્સ ડેટાને ચીની સર્વર ઉપર નાખવાથી ખતરો થઈ શકે છે. ઓસ્ટ્રેલીયાનાં એક સાંસદે કહયું કે તેમનાં દેશમાં ટીકટોક રડાર ઉપર આવી ચુકયું છે. તેમણે કહયું કે તેને ચીન કોમ્યુનીસ્ટ પાર્ટી માટે ડેટા એકઠા કરવાનું ટૂલ ઉપર જાવું જાઈએ. હજુ ઘણા સાંસદ એપ બેન કરવાની કોશિષ કરી રહયા છે. ટીકટોક ચીની મેસેજીંગ એપ વીચેટથી પણ મોટો ખતરો હોઈ શકે છે. ટીકટોક કંપનીનાં વરિષ્ઠ અધિકારીને સીનેટ ઈન્કવાયરી માટે ઉપસ્થિત થવું જાઈએ. ઓસ્ટ્રેલીયન સ્ટ્રેટીજીક પોલીસી ઈન્સ્ટીટયુટના એકસપર્ટ ફર્ગર રયાને કહયું કે ટીકટોક પૂર્ણ રીતે પ્રોપેગેડા અને માસ સર્વિલાંસ માટે છે. તેમણે કહયું કે ચીનની વિરૂધ્ધ આપવામાં વિચારને એપ સેન્સર કહેવામાં આવે છે અને આ બીજીંગને સીધી સુચના મોકલી શકે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews