દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોનાએ ત્રીજા ભોગ લીધો

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આજ સુધીમાં કુલ રર૮ કોરોનાનાં કેસ નોંધાયા છે. અગાઉ બે વ્યકિતનાં મૃત્યું નિપજયા બાદ ગઈકાલે ત્રીજું મૃત્યું નિપજયું છે. ડાયાબીટીસની બિમારી ધરાવતા પ્રૌઢનું જામનગર હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યું નિપજયું હતું. જયારે ગાંધીનગર સરકારી વિભાગમાં ફરજ બજાવતાં રર વર્ષનો યુવાન કલ્યાણપુર તાલુકાનાં ખીરસરા ગામે આવ્યો હતો જેને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. આ ઉપરાંત ભાણવડ તાલુકાનાં આંબરડી ગામે ૪૦ વર્ષનાં યુવાનનો કોરોના પોઝીટીવ આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!