ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાથી વધુ એક મોત ૯ નવા કેસ અને બે દર્દીઓ સ્વસ્થ થયા

0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ ગતિ પકડી રહયુ હોય તેમ ગઈકાલે કોરોના કેસોનો વિસ્ફોટ થયો છે. ગઈકાલે જીલ્લાના ચાર તાલુકાઓમાંથી ૯ વ્યકિતઓ કોરોના પોઝીટીવ આવ્યા છે. જયારે કોરોનાની સારવાર હેઠળ રહેલી કોડીનારની મહિલાનું મોત નિપજયુ છે. જયારે બે દર્દીઓએ કોરોનાને મહાત આપતા રજા આપી દેવામાં આવી છે. ગઈકાલે એકી સાથે કોરોનાના ૯ પોઝીટીવ કેસ આવતા જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧૦૦ને પાર પહોંચી ગયો છે. આમ જીલ્લામાં આજસુધીમાં કોરોનાના કુલ ૧૦૬ કેસો સામે આવ્યા છે. જેમાં ૭૪ સાજા થયેલ અને  ૨૮ એકટીવ કેસ છે. જયારે ૪ મોત છે. ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી દરરોજ બે-ત્રણ કોરોના પોઝીટવ કેસો સામે આવી રહેલ હતા. તો બીજી તરફ જીલ્લામાં લોકો માસ્ક પહેરવા અને બિનજરૂરી ઘરની બહાર ન નિકળવા જેવી સરકારી ગાઇડલાઇન્સનું પાલન કરવા બાબતે ઘોર બેદરકારી દાખવી રહયા હોય જેના ગંભીર પરીણામ જીલ્લાવાસીઓએ ભોગવવા પડશે તેવી ચોતરફ ચર્ચાઓ થઇ રહી છે. દરમ્યાન ગઈકાલે જીલ્લામાં કોરોના કેસોનો વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં ૯ જેટલા પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જેમાં કોડીનાર પંથકના માઢવડ ગામે રહેતા ૪૫ વર્ષીય મહિલા, ઉના શહેરમાં રહેતી ૪૫ વર્ષીય મહિલા, ઉના પંથકના ચાંચકવાડ ગામે રહેતા ૪૪ વર્ષીય પુરૂષ, તાલાલાના માંડણવા ગીર ગામે રહેતા ૫૫ વર્ષીય મહિલા, ગીરગઢડા ગામે નવસારીથી આવેલ ૧૭ વર્ષીય યુવતિ, ગીરગઢડાના બોડીદર ગામે રહેતા ૩૭ વર્ષીય પુરૂષ, ગીરગઢડાના જામવાળા ગીર ગામે સુરતથી આવેલા એક જ પરીવારના ૫૧ વર્ષીય પુરૂષ, ૫૦ વર્ષીય મહિલા અને
૨૫ વર્ષીય યુવાન મળી ત્રણ સભ્યો કોરોના પોઝીટીવ આવ્યા છે. ગઈકાલે પોઝીટીવ આવેલા વ્યકિતઓમાં ઉના શહેરની
૪૫ વર્ષીય મહિલા અને ચાંચકવાડ ગામના ૪૪ વર્ષીય પુરૂષ ઉનાની નજીકમાં આવેલ સંઘ પ્રદેશ દિવમાં શાકભાજીનો છુટક વ્યવસાય કરી રહેલ છે અને બંન્ને દરરોજ વ્યવસાય અર્થે ઉનાથી દિવ અપડાઉન કરતા હતા. હાલ આ બંન્નેને દિવની હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. ગઈકાલના નવ દર્દીઓને કયાંથી કઇ રીતે કોરોનાનો ચેપ લાગ્યો તેની હકકીત જાણવા આરોગ્ય વિભાગ અને તંત્રે કાર્યવાહી હાથ ધરી છે. જો કે ગઈકાલે એક જ દિવસમાં ૯ જેટલા પોઝીટીવ કેસ આવ્યાના પગલે વહીવટી અને આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર શહેરના બે કોરોના દર્દીના સારવાર દરમ્યાન મૃત્યું થયા બાદ ગઈકાલે કોડીનારના વધુ એક કોરોના પોઝીટીવ આવેલ મહિલા દર્દીનું મોત નિપજયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!