સમગ્ર ગુજરાતની તમામ પાંજરાપોળ ગોૈશાળાઓની આર્થિક પરિસ્થિતિ અતી ગંભીર બનેલ છે. કોરોનાની મહામારીએ દાનવીર દાતા દ્વારા દાનનો પ્રવાહ સદંતર એક રૂપિયો પણ આવવાનો બંધ થયેલ છે. ત્યારે આવી મોંઘવારી એ સુકો ચારો ખરીદી પશુધન નિભાવ કરવો બહુ બહુ મુશ્કેલી અનુભવી રહ્યા છે. લોકડાઉનનાં કારણે ધંધા-રોજગાર બંધ હોવાથી સરકારને આર્થિક મોટો ફટકો લાગે છે. પંરતુ બોલ નિરાધાર પશુધન એક જીવ છે. અને વર્ષોથી અબોલા પશુ ધનનો નિભાવ પાંજરાપોળ ગોશાળા કરતી આવી છે. સરકાર કોઈપણ દુષ્કાળ કે વિકટ પરિસ્થિતિ સહાય કે સબસીડી આપી પશુધન નિભાવ પણ કરે છે. જેની અમો અનુમોદના કરીએ છીએ પરંતુ હાલ તો દુષ્કાળ કરતા પણ વિકટ પરિસ્થિતિઉભી થયેલ છે. પેટ્રોલ-ડીઝલ ઉપર ભાવ વધારો કરવામાં આવે છે એમાં પ૦ પૈસા કાયમી માટે ગોશેષ નાખીને પાંજરાપોળ ગોૈશાળાઓને કાયમી સબસીડી આપવી જરૂરી છે જયારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ જેવા રાજયો પાંજરાપોળ ગોશાળાઓનાં પશુધનને કાયમી પશુધન નિભાવ ફંડ આપવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકાર તો સમગ્ર ભારતમાં સંવેદન સરકાર તરીકે ગણના થાય છે. અને ગુજરાત જીવદયાની ભૂમિ કહેવાય છે. ત્યારે અબોલ નિરાધાર બિન ઉપજાવ પશુ ધનનો નિભાવ કરતા પાંજરાપોળ ગોશાળાનાં પશુધન ભુખમરાથી મોતનાં મુખમાં ધકેલાય ત્યારે સરકાર પોતાની સંવેદના છોડી ના જ શકે માટે બે મહિનાનાં નિભાવ ખર્ચ માટે રૂપિયા ૭૦ કરોડ જેવી રકમ અબોલ જીવો માટે તાત્કાલીક ફાળવવી જાઈએ પેટ્રોલ-ડીઝલ ઉપર પ૦ પૈસા ગોશેષ નાખીને પાંજરાપોળ ગોશાળાઓને કાયમી ધોરણે પુશધન નિભાવ ફંડ આપી ગુજરાત સરકાર એક બહુ મોટું પૂણ્યશાળી કાર્ય કર્યું કહેવાય. વહેલીતકે સહાય સબસીડીની જાહેરાત કરશે એવી આશા મીટ માડી બેઠા છીએ કેમ કે પાંજરાપોળો કે ગોશાળા કોઈ ઉદ્યોગ નથી કરતી પણ દાનવીર દાતા પાસે માંગીને પશુધનને નિભાવીએ છીએ જે હાલે નિભાવવા શકય નથી ભરતભાઈ એસ.સોંદરવા પ્રમુખ અખિલ ગોૈશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘ પૂર્વ કચ્છ જીલ્લા અછત રાહત સમિતિ-મેમ્બર દ્વારા જણાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews