ધોધમાર વરસાદને પગલે જૂનાગઢ જિલ્લાના ૪ ડેમોના દરવાજા ખોલાયા

જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે જૂનાગઢ જિલ્લાના ચાર ડેમના દરવાજા ખોલાતાં આસપાસના ૩૪ ગામોને એલર્ટ કરાયા હતા. જૂનાગઢમાં પડેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો આણંદપુર અને ઉબેણ ડેમ સંપૂર્ણ ભરાયો છે. ચોમાસાના પ્રારંભે જ જૂનાગઢ જિલ્લામાં સિઝનનો પર.પપ ટકાથી વધારે વરસાદ વરસી ગયો છે. વરસાદને લઈને વિલીંગ્ડન, આણંદપુર, બાંટવા ખારો, ઓઝત શાપુર, ઓઝત વંથલી, સાબલી અને રાવલ સહિતના ડેમ ઓવરફલો થયા હતા. ડેમો ઓવરફલો થવાને કારણે ડેમના દરવાજા ખોલી પાણી છોડાતાં આજુબાજુના ગામડાઓને એલર્ટ કરાયા હતાન. ત્રણ દિવસથી ધીમીધારે અને ભારે વરસાદ પડયો હતો અને ઉપરવાસના વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક થતાં બાંટવા ખારો, ઓઝત-ર, ઓઝત વિયર અને સાબલી ડેમના દરવાજા ખોલતાં જૂનાગઢ અને પોરબંદર સહિતના ૩૪ ગામડાઓને એલર્ટ કરાયા હતા અને લોકોને પશુઓ ચરાવવા કે ડેમ નજીક નહીં જવા પણ સૂચના આપવામાં આવી હતી. જૂનાગઢ અને પોરબંદર જિલ્લા સહિતના ગામડાઓને એલર્ટ કરાયા છે જેમાં બાલાગામ, કોડવા, અકલેરા, સમેગા, રેવદ્રા, ગડવાણા, ધારસેન, તારખેલ, બેલા, રામેશ્વર, મેવાસા, બાદલપુર, આણંદપુર, રાયપુર, સુખપુર, વંથલી, કણજા, નાગલપુર, ટીકર, પીપલાણા, અખા, અમીપુર, મૈયારી, બળેજ, રાતીયા, નવીબંદર, ચિકાસા, ખોરાસા, સોંદરડા, ડેરવાણ અને માણેકવાડાનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!