જૂનાગઢમાં અનરાધાર મેઘ વર્ષાને પગલે શહેરમાં ઠેર-ઠેર માર્ગો ઉપર ભૂવા પડયા : વાહનો ફસાયા


જૂનાગઢ શહેર અને જીલ્લામાં રવિવાર તેમજ સોમવારનાં સતત વરસી રહેલા વરસાદને પગલે શહેરનાં રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા તેમજ જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થયું હતું તેમજ પીવાનું પાણી પુરૂ પાડતા વિલિગ્ડન ડેમ છલકાઈ ગયો હતો તેમજ જીલ્લાનાં અન્ય ડેમોમાં નવા પાણીની આવક થઈ છે. બે દિવસનાં વરસાદને પગલે રસ્તાઓ ઉપર ભૂવા પડયા હતા જેમાં તળાવ દરવાજા પાસે ખાડામાં એક કાર ફસાઈ ગઈ હતી અને સ્થાનીક લોકોની ભારે મહેનત બાદ આ કારને બહાર કાઢી હતી જા કે, સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. તંત્રની ઘોર બેદરકારીને કારણે આ પરિસ્થિતિનું સર્જન જૂનાગઢમાં થઈ રહયું છે.’

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!