જૂનાગઢ શહેરમાં વરસાદી વાતાવરણ અને મેઘવર્ષાને પગલે પાણીમાંથી મગર બહાર આવતી હોવાના બનાવો બની રહયા છે. વિલિગ્ડન ડેમ ખાતે ત્રણ મગર એક સાથે પટકાઈ હોવાનાં દ્રશ્યો પણ સર્જાયા હતા આ ઉપરાંત ગઈકાલે ગાયત્રી મંદિર પાસે રોડ ઉપર એક મહાકાય મગર ચડી આવી હતી આ અંગેની જાણ જૂનાગઢ વન વિભાગને કરવામાં આવતા તેનું રેસ્કયુ ઓપરેશન કરી મગરને ડેમમાં ફરી છોડી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં રાત્રીનાં રોજ ૭ થી ૮ સિંહો રસ્તા ઉપર લટાર મારવાના દ્રશ્યો હવે રોજીંદા બની ગયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat#junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews