ખંભાળિયાની ઘી નદીમાં ભયાવહ પુર આવતા નદીની પાળી તોડી પડાઈ

0


ખંભાળિયામાં અગાઉ ક્યારેય ન બન્યું હોય તેમ ચોમાસાના પ્રારંભે જ ત્રણ દિવસમાં મુશળધાર ૪૧ ઈંચ વરસાદ તથા ચોમાસાના પ્રારંભના દિવસોમાં જ ઘી ડેમ ઐતિહાસિક ત્રણથી ચાર ફૂટની સપાટીથી ઓવરફ્લો થતાં નદીઓમાં ભારે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. ખંભાળિયાનો વીસ ફૂટનો ઘી ડેમ ચિક્કાર ભરાઈને ગઈકાલે ત્રણ ફૂટથી વધુ સપાટીથી ઓવરફ્લો થતા આ વિશાળ પ્રમાણમાં જળરાશિ ભારે પુર સ્વરૂપે અહીંની ઘી નદીમાં આવી હતી અને ઘી નદી બે કાંઠે વહી હતી. એટલું જ નહીં, અહીંના ખામનાથ વિસ્તારમાં આવેલા ઘી નદીના પુલ ઉપરથી પણ મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું હતું. આમ, ઘી નદી ગાંડી તુર થતાં અહીંના પોશ વિસ્તાર એવા રામનાથ સોસાયટીના છેવાડાના કેટલાક મકાનોમાં પાણી ઘુસી જાય તેવી દહેશત સર્જાઈ હતી. જેના પગલે નગરપાલિકા તંત્રએ દોડી જઈ, તાકીદે નક્કર પગલાં લીધા હતા. જેમાં ખામનાથ નદીના પુલ પાસે ઘી નદીનામાં એક તરફના ખૂણાનો ભાગ જેસીબી જેવા મશીનની મદદથી તોડી પાડી અને આ સ્થળેથી પાણીનો પ્રવાહ ઝડપથી વહી જાય તે માટેની કામગીરી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!