જૂનાગઢ શહેર અને જિલ્લામાં ચિંતાજનક રીતે કોરોનાના કેસોનો થઈ રહેલો વધારો : લોકોને સાવચેતી જાળવવા અપીલ

0

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે કોરોનાના ૧૧ કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં ૧૦ વર્ષની બાળકીથી લઈને ૪૮ વર્ષના પુરૂષનાં કોરોનાના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કુલ ૧૮૧ કેસમાંથી ૮૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ૯૩ એકટીવ કેસ છે તેમજ ૪ દર્દીઓના મૃત્યુ થયેલ છે. જૂનાગઢમાં એક સાથે કોરોનાના ૧૦ કેસ નોંધાયા છે અને વધતા જતા કેસને લઈને લોકોમાં અને તંત્રમાં પણ ચિંતા છવાઈ ગઈ છે. ગઈકાલે નોંધાયેલા કોરોનાના ૧૧ કેસમાં પ કેસ જૂનાગઢ સીટીના જયારે પ કેસ અન્ય તાલુકાનાં છે. જૂનાગઢ શહેરમાં નૈમીનાથ બાપુની મઢી પાસે રહેતા ૩૯ વર્ષીય પુરૂષ, ગાંધીગ્રામમાં બ્રહ્મસમાજની વાડી નજીક રહેતા રપ વર્ષીય પુરૂષ, ઝાંઝરડામાં સતવારા સમાજની વાડી નજીકરહેતા ર૭ વર્ષીય પુરૂષ, ટીંબાવાડીમાં પટેલ સમાજની બાજુમાં રહેતી ૧૦ વર્ષની બાળકી અને મધુરમમાં આવેલ સુદામા પાર્ક-રમાં રહેતી ૩૧ વર્ષીયને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે કોરોનાના અન્ય કેસોમાં જૂનાગઢ તાલુકાના ખડીયા ગામે રહેતા ૧૭ વર્ષીય યુવક, મેંદરડાનાં માલણકા ગામના ૪પ વર્ષીય પુરૂષ, મેંદરડાના રાજેસર ગામે રહેતા ૪પ વર્ષીય પુરૂષ, માળીયા તાલુકાના ગળોદર ગામની ર૩ વર્ષીય યુવતિ અને જૂનાગઢ તાલુકાના વિજાપુરનાં ૪૮ વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!