આઈસીઆઈસીઆઈ બેન્કનાં કર્મચારીઓનાં પગારમાં ૮ ટકાનો વધારો કરાયો

0

૮ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેંકમાં ફ્રન્ટલાઈનમાં કુલ ૮૦ હજાર કર્મચારી છે. તેનાથી આ બધાના પગારમાં વધારો થશે. આ આંકડો તેનાં કુલ કર્મચારીઓનો ૮૦ ટકા છે. તેવી જ રીતે, ફયુચર જનરલી ઈન્સ્યુરન્સે પણ તેના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ કર્મચારીઓએ કોરોનાનાં સમયમાં ખૂબ જ સારૂ કામ કર્યું છે. આ સેવાઓને ધ્યાનમાં રાખીને બેન્કે પગાર વધારવાનું નકકી કર્યું છે. બેંકનાં જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧માં ૮ ટકા પગારમાં વધારો થશે. તે જુલાઈથી અમલમાં આવશે. આ કર્મચારીઓ એમ-૧ અને નીચેનાં ગ્રેડનાં છે. આ લોકો ગ્રાહકોની સુવિધામાં સોૈથી વધુ ભાગ ભજવે છે. આ લોકો શાખાઓની કામગીરી અને બેંકની કામગીરીને સુનિશ્ચિત કરે છે. બીજી તરફ ફયુચર જનરલનાં મેનેજીંગ ડિરેકટર અનૂપ રાઉએ કહ્યું કે, આર્થિક સંકટનો સામનો કરવા છતા કર્મચારીઓનું પ્રમોશન અને પગારમાં વધારો થશે. આ સાથે કર્મચારીઓને બરતરફ કરવામાં આવશે નહી. હાઉસકીપિંગથી લઈને તમામ સ્ટાફને બોનસ મળશે અને પગારમાં વધારો કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે જા સક્રિય એજન્ટ કોવિડ-૧૯માં પોઝિટીવ આવશે, તો તેમને પ્રોત્સાહન રૂપે રૂ.પ૦,૦૦૦ની રકમ તેમને અને તેનાં પરિવારને આપવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!