અર્થતંત્ર પટા ઉપર ચડાવતા પહેલા લોકોનો વિશ્વાસ જગાવવો પડશે અને કોરોના હટાવવો પડશે?

સરકાર અને રિઝર્વ બેંકએ ઘણાં નિર્ણયો સ્જીસ્ઈ જેવા સેકટરમાં રાહત આપવાના પ્રયત્ન કર્યો છે. પણ ટ્રાવેલ, હોસ્પીટાલીટી, અને એવીએશન ક્ષેત્ર માટે કોઈ રાહ નથી આપી. સિવાય મોરેટોરીયમ. એવીજ રીતે પાવર અને ટેલીકોમ ક્ષેત્ર રાહતોથી વંચીત રહયા છે. આ બધા ક્ષેત્રોમાં રાહો આપવાથી MSME ને પણ ઘણી મદદ મળશે. કેમ કે ઓ પણ આ બધા સેકટર સાથે જાડાયેલા છે. વન ટાઈમ રીસ્ટ્રકટરીંગ અને એની સાથે એક મુદતનું મોરેટોરીયમ આપવાથી અર્થતંત્રમાં માંગ વધશે જેનાથી નોકરીઓની તકો વધશે અને એની સાથે સરકારની કર આવકો પણ વધશે. પણ આમાં ર૦૦૮ જેવું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખવું પડશે. કેમ કે ત્યાં બેંકોએ ર૦૧પ સુધી લોનોને એવરગ્રીન કરવાનું ચાલુ રાખ્યું અને એના પછી બેંકોના એનપીએ વધવા માંડયા. રિઝર્વ બેંક, ગવર્મેન્ટ અને આઈબીસી સાથે મળીને આના ઉપર કેવી રીતે અમલ કરી કાય અને અર્થતંત્ર પાછા પાટા ઉપર ચડે એ ખુબજ જરૂરી છે. આ કરવાનું એક બીજું કારણ એ પણ છે કે આરબીઆઈના માર્ચ ર૦ર૦ના રીપોર્ટ પ્રમાણે આપણા ટ્રેડ એકાઉન્ટમાં સરપ્લસ દેખાય છે. ૧૯૭૬ પછી પહેલી વખત આપણા ટ્રેડ એકાઉન્ટમાં સરપ્લસ દેખાય છે. એનું મુખ્ય કારણ આયાતમાં ઘટાડો છે. ઓઈલ, ગોલ્ડ, ઈલેકટ્રોનીકસ અને મશીનરીની આયાતોમાં મોટો ઘટાડો જાવામાં આવ્યો છે. ગોલ્ડના ભાવ વધવાથી આયાતમાં ઘટાડો સમજી શકાય પણ બાકીની વસ્તુમાં ઘટાડાનો એક નિર્દેશ આપે છેકે માંગમાં ઘટાડો થયો છે. ઈન્ટરનેશનલ મોનીટરી ફંડના એક અહેવાલ પ્રમાણે ર૦ર૦માં આપણી ઈકોનોમીમાં ૪.પ ટકાનો ઘટાડો થશે. અગર આ સાચું પડશે તો આઝાદી પછી બીજી વખત આટલો મોટો ઘટાડો જાવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!