જૂનાગઢ : શાળાઓ નિયમિત ન થાય ત્યાં સુધી ફી માફી અંગેનો આદેશ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

0

જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અદ્રેમાનભાઈ એ.પંજા તથા કોર્પોરેટર જેબુનીશાબેન કાદરી, સેનીલાબેન થઈમ અને વિજયભાઈ વોરાએ એક સંયુકત પત્ર પાઠવી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લોકડાઉનના સમયમાં ખાનગી શાળાને ફી માફ કરવાનો આદેશ કરવા રજૂઆત કરવામાં આવી છે. આ પત્રમાં જણાવાયું છે કે, લોકડાઉનના સમયમાં ખાનગીશાળાને ફિ માફ કરવાનો આદેશ કરવા રજૂઆત કરાઈ હતી. હાલ કોરોનાને લઈને લોકોની સ્થિતિ દયનીય બની ગઈ છે અને સરકારની સૂચના મુજબ શાળા, કોલેજા બંધ છે અને હજુ કેટલા સમય સુધી બંધ રહેશે તે પણ નક્કી નથી. લોકડાઉનના કારણે અનેક લોકોની રોજગારી છુટી જતાં બેરોજગાર બન્યા છે. આવા સમયે પણ કેટલીક શાળાઓ ફી ઉઘરાવી રહી છે તે કેટલે અંશે વ્યાજબી ગણાય ? જયાં સુધી શાળાઓ નિયમિત રીતે શરૂ ન થાય ત્યાં સુધી ખાનગી શાળા અને કોલેજાને ફિ ન ઉઘરાવવા અને ફી નહીં ઉઘરાવવા આદેશ આપવામાં આવે તેવી લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ વાતી માંગણી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!