બોલેરોએ મોટરસાયકલને હડફેટે લેતાં મહિલાનું મૃત્યુ : ફરીયાદ

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં ટીનમસ ખાતે રહેતાં અજય વલ્લભભાઈ ખાણીયાએ પોલીસમાં આ કામનાં આરોપી બોલેરો વાહન જેનાં રજી.નં.જીજે રર એબી ૭૧૭પનાં ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ પોતાના હવાલાની બોલેરો વાહન પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી ફરીયાદીની મોટરસાયકલને પાછળથી ઠોકર મારી ફરીયાદીને સામાન્ય ઈજા કરી તેમજ ફરીયાદીની માતા કંચનબેન વલ્લભભાઈ ખાણીયાનું મોત નિપજાવતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!