વિસાવદરનાં હાજાણી પીપળીયા ખાતેથી રૂ.૩૧ હજારનાં મુદ્દામાલની ચોરી

0

વિસાવદર તાલુકાનાં જાંબુડી નર્સરી ખાતે રહેતાં રાજુભાઈ કાનજીભાઈ રાઠોડએ પોલીસમાં આ કામનાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ કેમ્પા પ્લાન્ટેશન કવાટરનાં લોખંડનાં બારણાની ગ્રીલનાં સ્પોટ તોડી રૂમમાં પ્રવેશ કરી અંદર રાખેલ કેબલ વાયર આશરે ૪૦૦ ફુટ રૂ.૧૦ હજારનો તથા સોલાર પ્લેટ અઢી બાય ત્રણ ફુટની જેની કિંમત રૂ.૧૦ હજાર તથા બેટરી એક રૂ.પ હજાર તથા સોલાર ઉર્જા ઉત્પાદક મશીન રૂ.૬ હજાર મળી કુલ રૂ.૩૧ હજારનાં મુદ્દામાલની ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!