સુરતની પરિણીતાએ સાસરીયા વિરૂધ્ધ દુઃખ ત્રાસની ફરીયાદ નોંધાવી

સુરત ખાતે જનતા એપાર્ટમેન્ટ બિલ્ડીંગ નં.૪, બ્લોક નં.૩ બીજા માળે કાપોદ્વા ખાતે રહેતાં અને હાલ જૂનાગઢ તાલુકાનાં માખીયાળા ગોકુલધામ સોસાયટી ખાતે રહેતાં જયશ્રીબેન અજયભાઈ વેકરીયાએ પોલીસમાં આ કામનાં આરોપી અજયભાઈ મનસુખભાઈ વેકરીયા પતિ તથા મનસુખભાઈ ચનાભાઈ વેકરીયા (સસરા), દિવ્યેશ મનસુખભાઈ વેકરીયા (દિયર), મનીષાબેન દિવ્યેશભાઈ વેકરીયા (દેરાણી), શિલ્પાબેન વજુભાઈ (નણંદ), વજુભાઈ ડોબરીયા (નણંદોયા), સંગીતાબેન અંકુરભાઈ નારીયા (નણંદ), અંકુરભાઈ ધનાભાઈ નારીયા (નણંદોયા) તથા રાજભાઈ ઠુંમર (પાર્ટનર) વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી જયશ્રીબેનને તેના પતિ તથા સસરા, દિયર તથા દેરાણી નાની મોટી બાબતમાં શારિરીક, માનસીક દુઃખ ત્રાસ આપી તેમજ ફરીયાદીબેનનાં પતિએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી તથા અવારનવાર માવતરથી રૂપિયા લઈ આવવાનું કહેતા તથા ફરીયાદીનાં પતિએ મૈત્રી કરાર કરેલ હોય જેમાં ફરીયાદી જયશ્રીબેનનાં પતિ અજયભાઈ વેકરીયાને તેના પાર્ટનર રાજભાઈ ઠુંમરે સાથ આપેલ તેમજ ફરીયાદીનાં નણંદ તથા નણંદોયાએ પણ ફરીયાદી જયશ્રીબેનને દુઃખ ત્રાસ આપવામાં મદદગારી કરી તથા ફરીયાદી જયશ્રીબેન વેકરીયાનાં પતિ અજય વેકરીયાએ કહેલ કે તું પાછી આવીશ તો તને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!