જૂનાગઢનાં ગાંધીગ્રામમાંથી સગીરવયની દિકરીને ભગાડી જતાં ૩ સામે ફરીયાદ

જૂનાગઢનાં ગાંધીગ્રામ હુડકો પોલીસ લાઈન ગેઈટ સામે રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી મંગળભાઈ જામભાઈ સોલંકી, મનસુખભાઈ દાનાભાઈ ગઢવી, રતનબેન મનસુખભાઈ ગઢવી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી પરિવારની ૧૪ વર્ષ ર૬ માસવાળી સગીર દિકરીને આ કામનો આરોપી મંગળભાઈ જામભાઈ સોલંકી (દેવીપુજક, રહે.મુળ ભડલા પાલીતાણા પાસે, જી.ભાવનગર)વાળો લગ્ન કરવાના ઈરાદે લલચાવી-ફોસલાવી ફરીયાદીનાં કાયદેસરનાં વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ અને જેમાં આ કામનાં આરોપી મનસુખભાઈ દાનાભાઈ ગઢવી તથા રતનબેન મનસુખભાઈ ગઢવીએ મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે વાલીએ ફરીયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!