સોમનાથ પંથકમાં મેઘ મહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ

0

ગીર-સોમનાથ જીલ્લા ખેતીવાડી ખાતું જીલ્લા ખેતીવાડી અધિકારી સુભાષભાઈ વાઘમસી અને મદદનીશ લાખાણી સહિતનો સ્ટાફ ચાલું ખરીફ પાક મોસમમાં પખવાડીક રીતે જીલ્લામાં થયેલ વાવેતર ઉપર નોંધ કરી રહેલ છે. ગીર-સોમનાથમાં
તા.૧ર-૬-ર૦નાં રોજ ૬૧૧૦૬ હેકટરમાં મગફળી વાવેતર થયેલ જે સારો વરસાદ થતા તા.ર૬-૬-ર૦ ૧૦ર૧૭૪ હેકટરમાં વાવેતર થયેલ છે. તેવી જ રીતે જીલ્લામાં તા.૧ર-૬-ર૦ સ્થિતિએ ૧ર૩૭૪ હેકટરમાં વાવેતર થયેલ છે. જીલ્લામાં તા.૧ર-૬-ર૦નાં સ્થિતિએ કુલ વાવેતર ૭૩૯૯૬ થયેલ જે તા.ર૬-૬-ર૦ સ્થિતિએ ૧૪પ૦ર૧ હેકટરમાં વાવેતર થયેલ છે.
મગફળી શા માટે ?
આ વિસ્તારનાં ખેડૂતોમાં વાવેતરમાં મગફળી હોટ ફેવરીટ છે તેનાં કારણોમાં : આ વિસ્તારની જમીન મગફળીના ઉગવા માટે અનુકુળ છે. આબોહવા પણ તેને માફક આવે છે તેમજ જમીન નાઈટ્રોજન યુકત બેકટેરીયાનું પ્રમાણ જમીનમાં પુષ્કળ પ્રમાણમાં હોય તેમજ કાળી ગોરાડુ માટી કારણે મગફળીનો પુષ્કળ પાક થાય છે. આ વર્ષે અધિક માસ હોવાથી નવી મગફળી ભાદરવો અથવા તો પહેલા આસોમાં જ આવી જશે. સામાન્ય રીતે દિવાળી આસપાસ આવકો થતી હોય છે અને કદાચ વર્ષો બાદ એવું પણ બને કે સીંગદાણાનાં કારખાનોઓ શ્રાધ્ધ પક્ષમાં પણ ચાલું થઈ જશે અને જેથી ધનતેરસનાં દિવસોમાં સાચા અર્થમાં લક્ષ્મીદેવી પધરામણી કરશે. વર્ષ ર૦૧૮-૧૯માં ખરીફ સીઝનમાં અંદાજીત ૧૪૯૩૩ર હેકટરમાં વાવેતર થયેલ જેમાં મુખ્યત્વે ૯૭૧ર૪ હેકટરમાં મગફળી વાવેતર થયેલ. ગીર-સોમનાથ મચ્છુન્દ્રી, રાવલ, દ્રોણેશ્વર ડેમો છલકાઈ ચૂકયા છે તો જમજીરનો ધોધ અવિરત વહી અલોકિક દ્રશ્ય ખડું કરે છે. જીલ્લામાં ધીમી ધારે વરસાદ અને વરાપ બાદ કરી વરસાદ પાકને કાચું સોનું બનાવે છે.
વરસાદ
તા.૮-૭-ર૦ર૦ સ્થિતિએ વરસાદ કુલ ર૭પ મીમી, ઉના-કોડીનાર પ૮૮ મીમી, ગીરગઢડા ૩૩૧ મીમી, તાલાલા પ૬૪, વેરાવળ ૪૭૬ મીમી, સુત્રાપાડા પર૧ મીમી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!