જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં લાલુકીયા પરિવાર દ્વારા ચક્ષુદાન કરાયું

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં તિરૂપતિ નગરમાં રહેતા ભીખુભાઈ જીવાભાઈ લાલુકીયા (નિવૃત ASI) કે જેઓ માંગરોળના DYSP ઓફિસમાં લાંબા સમય સુધી પોતાની ફરજ બજાવતા હતા અને નિવૃતિ બાદ સમાજ લક્ષી કાર્યો કરતા હતા. જેમનું તા.૦૮-૦૭-૨૦૨૦ અષાઢ વદ ત્રીજને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો હતો. આથી માંગરોળ જાયન્ટ્‌સ ગૃપના પંકજભાઈ રાજપરાએ આરેણા સ્થિતિ શિવમ્‌ ચક્ષુદાન સલાહ્‌ કેંદ્રના સંચાલકને જાણ કરતા રાજેશભાઈ સોલંકી અને હરદિપસિંહ જેઠવા દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા. જે ચક્ષુ નરેશભાઈ વાઘેલા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને પહોંચાડેલ છે. નિવૃત ASI ભીખુભાઈનો પરિવાર શિક્ષણ અને પોલીસખાતામાં જોડાયેલ છે. તેમના પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્‌ ચક્ષુદાન બિરદાવે છે અને ભીખુભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે. લાલુકીયા પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. લાલુકીયા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્‌ ચક્ષુદાન ગૃપ-આરેણા, માંગરોળ જાયન્ટ્‌સ ઇંટરનેશનલ માંગરોળ ગૃપ, વંદેમાતરમ્‌ ગૃપ, સરકારી હોસ્પિટલના આંખના સર્જન ધડુક, સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ, સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ, માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો દ્વારા બિરદાવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!