કોરોના મહામારીમાં લોકડાઉન સમયમાં અમરેલી જિલ્લાના વહીવટી તંત્રની ઉમદા કામગીરીથી કોરોનાને રોકવામાં સફળ નીવડી હતી. અનલોકમાં અમરેલી જિલ્લામાં દૂરનાં શહેરમાં વસતા વતનપ્રેમીઓના આગમનથી અને લોકોની બેદરકારીને કારણે કોરોના સંર્ક્મણ વધ્યું છે. અમરેલી જિલ્લો રોજ નવા નવા કેસ આપી રહ્યો છે. હવે કોરોનાને અટકાવવા લોક જાગૃતિ જ એક ઉત્તમ ઉપાય છે. વડિયા ગ્રામ પંચાયતમાં ચેમ્બર ઓફ કોમર્સની મિટિંગમાં વડિયા ગામની તમામ દુકાનોને સવારે ૭ વાગ્યાંથી બપોરે ૪ વાગ્યાં સુધી ખુલી રાખવાની અપીલ ગ્રામપંચાયતના છગનભાઇ ઢોલરીયા દ્વારા કરવામાં આવી હતી. ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારોએ વેપારીઓ સાથે આ બાબતે ચર્ચા કરતા તમામ વેપરીઓએ સ્વૈચ્છીક આ નીતિનો અમલ કરવાની ખાત્રી આપતા. હવે વડિયા ગ્રામ પંચાયત અને ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો છગનભાઇ ઢોલરીયા, મિતુલભાઈ ગણાત્રા, ભરતભાઈ, માહિરભાઈ, મહંમદભાઇ, જીગ્નેશભાઈ વગેરે દ્વારા વડિયા ગામ લોકોને આ બાબતે કોરોના જાગૃતિ લાવી વડિયામાં કોરોના આવતો અટકાવવા સ્વયંભૂ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગામની વિવિધ સંસ્થાના હોદેદારો, વેપારીઓ અને ગામલોકોના સંકલનથી આ નિર્ણય લેવાયો છે. આ બાબતે વડિયા મામલતદાર પ્રશાંત ભીંડીને પણ ગામવતી સરપંચ અને વેપારી મંડળના પ્રમુખ દ્વારા લેખિત જાણ કરાઈ હતી. આવી જાગૃતિ દરેક ગામમાં આવે અને લોકો સ્વયંભૂ જાગૃત બને તો કોરોનાને વધતો અટકાવવા ખુબ ઉપયોગી નીવડશે. આવા નિર્ણયથી હવે ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોના જાગૃતિ ઘર ઘર પહોંચી હોય તેવું લાગી રહ્યુ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews