સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત રહયો છે તો બીજી તરફ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ બાદ હવે મંત્રીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે જેના કારણે સરકાર દ્વારા હવે સંક્રમિત વ્યક્તિ સચિવાલયમાં પણ આવશે તે માટે અને અન્ય કોઇ કર્મચારી અધિકારી કે મુલાકાતીને કોરોના છે કે નહીં તે જાણવા માટે સ્વર્ણિમ સંકુલ ૧ ખાતે થર્મલ કેમેરા સાથે મોનીટરીંગ કરતું અદ્યતન ટેકનોલોજીવાળું મશીન આયુષ્કામ-૨૦ મૂકવામાં આવ્યું છે, આ મશીનની અંદર થર્મલ કેમેરા લગાડવામાં આવ્યા છે જે કોઈપણ વ્યક્તિનું બોડીનું તાપમાન અને તેનું ઓક્સજન લેવલ પણ ચેક થઈ જશે. ગઈકાલે આ મશીનના નિદર્શન માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ અને મંત્રીઓ પણ સેનેટાઈઝર મશીનનો લાભ લીધો હતો આ ઉપરાંત સચિવાલયની મુલાકાતે આવનાર પ્રત્યેક અધિકારી અને કર્મચારીઓએ પણ આધુનિક ટેકનોલોજીવાળા આ મશીનનો ઉપયોગ કરીને પ્રવેશ મેળવતા હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews