જૂનાગઢના જલારામ સોસાયટીના રહેવાસીઓ દ્વારા વીજ પુરવઠાની બેદરકારીના વિરોધમાં પીજીવીસીએલની કચેરીએ જઈ હોબાળો મચાવી ધરણા કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ શહેરનાં જલારામ સોસાયટી વિસ્તારમાં છેલ્લા પાંચેક દિવસથી લાઈટ ગૂલ થવાના બનાવો યથાવત્ત રહ્યા છે. લાઈટ ગુલ થતાં પાંચ કલાક બાદ લાઈટ આવતી હોય છે અને આવી ઘટના છેલ્લા પાંચ દિવસથી યથાવત રહી હતી. વારંવાર પીજીવીસીએલને આ અંગે જાણ કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા અંતે જલારામ સોસાયટીના વિસ્તારના સ્થાનિક લોકો અને ભાજપના આગેવાન મનોજભાઈ પોપટે પીજીવીસીએલ કચેરીએ ધરણા કરી ‘પીજીવીસીએલ હાય …હાય…’ નારા બોલાવવામાં આવ્યા હતા. જલારામ સોસાયટીના રહેવાસીઓ દ્વારા સરદાર બાગ ખાતે આવેલી પશ્ચમ વીજ કંપની, ગાંધીગ્રામ પેટા ફીડરની કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા અને રામધૂન બોલાવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પીજીવીસીએલના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને કચેરી ખાતે અડધી રાતે આવી પહોંચ્યા તેમજ પોલીસને પણ બોલાવાની જરૂર પડી હતી. અંતમાં પોલીસ અને પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકો અને આગેવાનોને સમજાવતાં ધરણા સંમેટવામા આવ્યા હતા. પીજીવીસીએલના ડેપ્યુટી એન્જનિયર એન.પી. ગોહિલે જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી અલગ-અલગ ફિડરોમાં ફોલ્ટ આવવાથી લાઈટ ગુલ થઈ રહી છે પરંતુ ભુતનાથ પાસે આવેલા ફીડર જે મોતીબાગ ખાતે ૬૬ કેવી માં ફેરવાઈ જાય તેવી પણ પીજીવીસીએલ અધિકારીઓ દ્વારા ઉપર લેવલે જાણ કરવામાં આવી છે પણ હજુ સુધી કોઈ નિકાલ ન આવતા આ સમસ્યાઓ થઇ રહી છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા હવે લાઈટ ગુલ ન થાય તે ધ્યાન રાખવા માંગણી કરવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews