જૂનાગઢ શહેર જીલ્લાની બજારોમાં સર્વત્ર મંદીનો માહોલ

કોરોનાની મહામારી સાથે આર્થિક મંદીને પણ લાવી છે. લોકડાઉનને કારણે બજારો બંધ રહેતા લોકોને ભુખે મરવાનો વારો આવ્યો હતો અનેક લોકો રોજેરોજ બેરોજગાર થઈ રહ્યા છે અને મોંઘવારીને શરણે થયા છે. ના છુટકે તેઓ પોતાનો ધંધો બંધ કરવા મજબુર બન્યા છે. લોકડાઉનને કારણે સતત અઢી ત્રણ મહિના સુધી વ્યવસાય બંધ રહેતા લોકોને આર્થિક ભીંસ પડી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ સૌથી વધુ હાલાકી સહેવી પડી હતી ત્યારે નાના-મોટા વેપારીઓ દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
લોકડાઉન પૂર્ણ થયા બાદ અનલોક-૧માં સરકારે છુટછાટ આપતા દુકાનદારો તથા વેપારીઓને એમ હતું કે, હવે વેપારની થોડીક ગાડી પાટે ચડશે તેમજ આર્થિક ગતિ આગળ વધશે પરંતુ કોરોનાનું વધતું જતું સંક્રમણ કયાંકને કયાંક લોકોમાં ભય છવાઈ ગયો છે ત્યારે મોંઘવારી વધી ગઈ હોવાથી બજારની સડકો સુમસામ નજરે પડી રહી છે. વેપારીઓ હાથ ધરીને નવરાધુપ બેઠેલા જાવા મળી રહ્યા છે.  દુકાનોમાં માસ્ક પહેરીનેજ આવવું જેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે પરંતુ એ બોર્ડ વાંચવા માટે કોઈ ગ્રાહક હોય તો ને … જા ગ્રાહક જ ન હોય તો એ બોર્ડ વાંચે કોણ મતલબ બજારમાં હાલ મંદીનો માહોલ જાવા મળી રહ્યો છે. કોરોનાને લીધે કોઈ બજારમાં ફરકવા પણ કોઈ તૈયાર નથી ત્યારે વેપારીઓ-દુકાનદારોને નવરાધુપ બેસવાનો વારો આવ્યો છે. આવું લાંબુ ચાલશે તો અનેક કુટુંબો બરબાદી તરફ ધકેલાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!