જૂનાગઢ શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ : હળવાથી ભારે વરસાદનાં ઝાપટા

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગુરૂપૂર્ણિમાનાં દિવસથી મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને સમગ્ર વરસાદનું ચિત્ર ઉજળું બની ગયું છે. ગઈકાલે વરાપ અને વરસાદનાં ઝાપટા સતત ચાલુ રહયા હતાં. આજે સવારથી જ મેઘાવી માહોલ સર્જાયો છે. અને હળવાથી ભારે વરસાદનાં ઝાપટા પડી રહયા છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં ચોતરફ વરસાદે ભારે ગતી પકડી છે. આજ સુધીમાં સોરઠમાં સીઝનનો પપ.૧ર ટકા વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ માણાવદર અને માળીયા તાલુકામાં ર૬-ર૬ ઈંચ પડી ગયો છે. તો વરસાદને પગલે જૂનાગઢ જીલ્લાનાં ૧૭ પૈકી ૭ ડેમ છલોછલ ભરાઈ ગયા છે. તો બાકીનાં ડેમમાં ૧૪ થી ૭૮ ટકા જેટલું પાણી ભરાયું છે. જૂનાગઢ જીલ્લામાં હાલ સારો વરસાદ પડી રહયો છે પરંતુ વચ્ચેનાં ગાળામાં વરસાદે બ્રેક મારી દીધી હતી. છેલ્લા ચાર-પાંચ દિવસથી ફરીથી ચોમાસાએ પોતાની ગતી પકડતા જીલ્લાનાં ૧૭ ડેમમાં નવા નીરની આવક વધારી દીધી છે. જેને લઈને હાલ ૭ ડેમ છલોછલ ભરાઈ ગયા છે. જૂનાગઢ જીલ્લાનાં ૯ તાલુકામાં સીઝનનો ૧પ થી ર૬ ઈંચ વરસાદ પડી જતાં હાલ માટે તો ખેડૂતો ખુશખુશાલ જાવા મળી રહયા છે. જૂનાગઢ જીલ્લામાં હાલ ૧૭ પૈકી ૭ ડેમ છલોછલ થયા છે તો બાકીનાં મધુવંતી, આંબાજળ ડેમ પ૦ ટકા તો હસ્નાપુર ડેમ ૬૮ ટકા ભરાયો છે. આમ જૂનાગઢ જીલ્લામાં સીઝનનો ૯પ.૧ર ટકા વરસાદ પડી જતાં પાણીનો પ્રશ્ન હલ થયો છે. જીલ્લાનાં સાત ડેમો ઓવરફલો થયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!