જૂનાગઢનાં નરસિંહ મહેતાં સરોવરમાં ગાંડી વેલનું આક્રમણ વધ્યું

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં સારો એવો વરસાદ પડી ગયો છે. ત્યારે નદી-નાળાં-ડેમો-તળાવોમાં નવા નીરની આવક થતાં છલકાઈ ઉઠ્યાં છે. જૂનાગઢ શહેરમાં પણ નયનરમ્ય એવાં નરસિંહ મહેતાં સરોવર છલકાઈ ઉઠ્યું છે અને અદ્‌ભુત નજારાનાં દર્શન થઈ રહ્યાં છે. નરસિંહ મહેતા સરોવર અને તેનાં નયનરમ્ય દૃશ્ય નિહાળવા લોકો આ સરોવરની મુલાકાત લઈ રહ્યાં છે. આ સાથે જ નરસિંહ મહેતા સરોવરની બીજી બાજુ જાઈએ તો પાણીથી છલોછલ ભરેલ આ સરોવરમાં ગાંડી વેલે પણ જારદાર આક્રમણ કર્યું છે. આ ગાંડી વેલનાં કારણે નરસિંહ મહેતાં સરોવરની ગરીમાને ઝાંખપ લગાડી છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી નરસિંહ મહેતા સરોવરમાં ગાંડી વેલનો પ્રશ્ન સતતને સતત છવાયેલો રહ્યો છે. સામાજીક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા અવારનવાર શ્રમયજ્ઞ કરી અને ગાંડી વેલ દુર કરવાની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી ખુબ જ સરાહનીય છે તો બીજી તરફ જવાબદાર મનપા તંત્ર કયારેય પણ ગંભીરતાથી ગાંડી વેલને નાબુદ કરવાનું કાર્ય હાથ ઉપર લેતું નથી એ પણ મોટી દુઃખની વાત છે. નરસિંહ મહેતાં સરોવરમાં થતી ગાંડી વેલ કાયમી ધોરણે ગાંડી વેલનાં પ્રશ્ને નાશ પામે તે જરૂરી છે અને આના માટે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!