જૂનાગઢ જીલ્લામાં કોરોનામાં મંડલીકપુર ગામનાં ૬૦ વર્ષનાં પુરૂષનું મૃત્યું : મૃત્યું આંક પાંચ થયો

0


જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં મંડલીકપુર ગામનાં કોરોના પોઝિટીવ કેસનાં દર્દી ૬૦ વર્ષનાં પુરૂષનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. જૂનાગઢ જીલ્લામાં કોરોના કેસનાં કારણે મૃત્યુ થવાનાં બનાવનો આંક પ થયો છે. આ વૃધ્ધ પુરૂષનાં મરણનું કારણ ડેથ ઓડિટ કમિટી દ્વારા રિપોર્ટ આવ્યે જણાવવામાં આવશે. તેમ જાણવા મળે છે. દરમ્યાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોનો સતતને સતત વધારો થઈ રહયો છે. કોરોના કોઈને પુછીને આવતો નથી તેમજ કોઈની શેહશરમ પણ રાખતો નથી અને ગમે ત્યારે શરીરમાં પ્રવેશ કરી જાય છે ત્યારે માનવી તેનો ભોગ બને છે. કોરોનાએ એક કડક નિયમ અપનાવ્યો છે. જેની પાસે ઉચ, નીચના ભેદભાવ નથી. ગરીબ-તવંગરનાં ભેદ નથી. સહેજ બેદરકારીનું પરિણામ મૃત્યુ થઈ શકે છે. આજના આ સમયમાં આપણે પોતાને, પરિવારને અને સમાજને સુરક્ષિત રાખવા માટે માસ્ક પહેરવું, સ્વચ્છતા રાખવી અને સામાજીક અંતર જાળવવું પડશે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં એક પણ કેસ અત્યાર સુધીમાં નહોતો દાખલ થયો પરંતુ મે માસમાં બહારથી આવવા જવાની છુટ મળતાં અન્ય જીલ્લામાં કામ કરતા અને રહેતા રહેવાસીઓને કારણે ટ્રાવેલ્સ હીસ્ટ્રીને કારણે કોરોના કેસની એન્ટ્રી વધું વધી ગયા બાદ સતત કેસો વધી રહયા છે જે ચિંતાજનક બાબત છે. દરમ્યાન પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર જૂનાગઢ શહેર, તાલુકા અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહેલ છે. જૂનાગઢના તબીબ, જૂનાગઢ તાલુકા પોલીસ મથકનાં પીએસઆઈ અને વિસાવદરના મહિલા આરએફઓ સહિત વધુ ર૧ ના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. આ કેસોમાં મેંદરડાના ર૭ વર્ષીય પુરૂષ, માંગરોળના ચાંચવા વાડીના ૪પ વર્ષીય સ્ત્રી, વિસાવદરના ફોરેસ્ટ કોલોનીના ૩૩ વર્ષીય સ્ત્રી, માળીયાહાટીનાના ચોરવાડનાં ૪પ વર્ષીય સ્ત્રી, કાથરોટાના ૪૬ વર્ષીય પુરૂષ, મંડલીકપુરના ૬૦ વર્ષીય પુરૂષ, જૂનાગઢ શહેરની ગોધાવાવની પાટીના ૪૦ વર્ષીય પુરૂષ, દેવ્યની પાર્કના ૩૦ વર્ષીય સ્ત્રી જાષીપરાના આદર્શનગર-રનાં ૪પ વર્ષીય પુરૂષ, પોસ્ટલ સોસાયટીના ૭૦ વર્ષીય વૃધ્ધા, મધુરમના ૧૯ વર્ષીય યુવક, ટીંબાવાડીના અંકુર નગરના બાવન વર્ષીય પુરૂષ, શ્રીનાથનગરના પ૧ વર્ષીય સ્ત્રી, લક્ષ્મીનગર સોસાયટીના ૬૮ વર્ષીય પુરૂષ, ઝાંઝરડા સ્થિત ગોલ્ડન સીટીના ૪૮ વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. ગત મોડી રાત્રે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૪ કેસ પોઝીટીવ નોંધાયા છે. કોરોનાના કુલ ૧૧૯ કેસમાંથી અત્યાર સુધીમાં ૪ કેસ દર્દીઓના મૃત્યુ નીપજયા છે. ૮૭ દર્દીઓની સારવાર સફળ થતાં ડિસ્ચાર્જ કરાયા અને કોરોનાના ૧૧૧ એકટીવ કેસ છે. માંગરોળનાં ચાંચવા વાડીના ૪પ વર્ષીય મહિલાની તબિયત બગડતાં જૂનાગઢ ખાતે તેનો રિપોર્ટ કરાવતાં કોરોના પોઝીટીવ આવેલ છે. હાલ તે મહિલાના ઘરના ૮ સભ્યોને કવોરન્ટાઈન કરાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધતાં લોકોમાં ડર ફેલાયો છે ત્યારે સાવચેતી વધુ રાખવાની જરૂર છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!