જૂનાગઢ મનપામાં સમાવિષ્ટ વોર્ડ નં. ૧, ૭, ૧૨, ૧૩, અને ૧૪ માં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે જૂનાગઢ કલેકટર દ્વારા કેટલોક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. વોર્ડ નં. ૧ દોલતપરા વિસ્તારમાં આવેલ નૈમીનાથ નગર-૨ મિલન પાન વાળી ગલી મંદિરની બાજુમાં સામતભાઇ હમીરભાઇ બાખલકીયાના ઘરથી જીવાભાઇ હાજાભાઇ ઓડેદરાના ઘર સુઘી મકાનોની સંખ્યા અંદાજે ૯ વસ્તી આશરે ૩૬, વોર્ડ નં. ૭ ઝાંઝરડા રોડ ઉપર આવેલ સથવારા સમાજ પાસે પટેલ કોલોની ડો. ટોલીયાના દવાખાના પાસે આવેલ કરશનભાઇ ચુડાસમાના ઘર, ધીરૂભાઇ જાદવભાઇ સોલંકીનુ ઘર તથા વિનોદભાઇ મુલચંદભાઇ અડવાણીનુ ઘર મકાનોની સંખ્યા ૩ વસ્તી આશરે ૧૬,વોર્ડ નં. ૧૨ ટીંબાવાડી વિસ્તારમાં આવેલ પટેલ સમાજ વાડીની બાજુમાં જ્યોતિ પ્રોવિઝન સામેની શેરીમાં ભાવેશભાઇ સોલંકી તથા રણજીતભાઇ મકવાણાનું ઘર મકાનોની સંખ્યા ૨ અંદાજે ૯ વસ્તી આશરે , વોર્ડ નં. ૧૩ ટીંબાવાડી વિસ્તારમાં આવેલ સુદામાં પાર્ક-૨ માં કીરીટભાઇ પ્રાગજીભાઇ ઉનડકટના ઘરથી ગુલાબલાલ લવીંગનાથના ઘર સુધી મકાનોની સંખ્યા ૪ વસ્તી આશરે ૧૫, વોર્ડ નં. ૧૪ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજ બાજુમાં મકાનોની સંખ્યા ૧ વસ્તી આશરે ૩ કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.
જયારે વોર્ડ નં. ૧ દોલતપરા વિસ્તારમાં આવેલ નૈમીનાથ નગર-૨ મિલન પાનવાળીગલી, મંદિરની બાજુમાં માલદેભાઇ લાખાભાઇ ઓડેદરાના ઘરથી ગોગનભાઇ પીઠાભાઇ રબારીના ઘર સુઘી મકાનોની સંખ્યા અંદાજે ૧૬ વસ્તી આશરે ૮૭, વોર્ડ નં. ૭ ઝાંઝરડા રોડ ઉપર આવેલ સથવારા સમાજ પાસે પટેલ કોલોની ડો. ટોલીયાના દવાખાના પાસે થી પુજા મકાન સુધી તથા શ્યામ દિપ એપાર્ટમેન્ટ થી બ્રહ્માણી કૃપા મકાન સુઘી મકાનોની સંખ્યા ૧૯ વસ્તી વસ્તી આશરે ૭૭, વોર્ડ નં. ૧૨ ટીંબાવાડી વિસ્તારમાં આવેલ પટેલ સમાજ વાડીની બાજુમાં જ્યોતિ પ્રોવિઝન સામેની શેરી થી હંસરાજભાઇ શામજીભાઇ ના ઘર સુઘી મકાનોની સંખ્યા ૮ અંદાજે ૨૩ વસ્તી, વોર્ડ નં. ૧૩ ટીંબાવાડી વિસ્તારમાં આવેલ સુદામાં પાર્ક-૨ માં બંધ મકાન થી બટુકભાઇ જીવાભાઇના ઘર સુઘી બન્ને બાજુ મકાનોની સંખ્યા ૮ વસ્તી આશરે ૨૩,વોર્ડ નં. ૧૪ ગાંઘીગ્રામ વિસ્તારમાં આવેલ નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજની બાજુમાં આવેલ કાળુભાઇ સુખવાણીના ઘરથી ડો. શાહના ઘર સુઘી મકાનોની સંખ્યા ૯ વસ્તી આશરે ૪૦ વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામુ તા.૭ જૂલાઈ થી તા.૨૦ જુલાઈ સુધી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ વિસ્તાર તથા બફરઝોનમાં કોવિડ-૧૯ સંબંધિત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews