કેમ છો મિત્રો. સૌ મજામાં જ હશો અથવા તો રહેતા હશો. મજામાં નહિ હોવ તેનું કારણ મને ખબર છે અને તે કારણ છે પરીક્ષાઓ લંબાતી જાય છે જ્યારે આગળના ધોરણમાં નવો પ્રવેશ શરૂ થઇ ગયો છે. ખાસ કરીને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે આ કારકિર્દીનો સૌથી કપરો કાળ છે. કારણ છે છેલ્લંુ એક સમેસ્ટર તો અભ્યાસ કરાવ્યો જ નથી અને બીજી બાજુ ફાઇનલ પરીક્ષાઓની ઢોલ- નગારા સાથે તૈયારીઓ ચાલી રહી છે. મોટાભાગની યુનિવસિર્ટીઓ ફિઝીકલ એટલે કે રૂબરૂ હાજર રહીને પરીક્ષા આપવાની તૈયારીઓ કરી રહી છે ત્યારે સમગ્ર મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે અને વિદ્યાર્થી આલમનું ભવિષ્ય અધ્ધરતાલ થઇ ગયું છે. તો ચાલો આજે આપણે સમજીએ સમગ્ર મુદ્દો.
શું છે પરીક્ષા અને તેને લગતા પ્રશ્નો…
કોરોનાના કહેરના કારણે લોકડાઉનની જાહેરાત માર્ચ મહિનાના અંતમાં કરવામાં આવી હતી અને તેના કારણે સમગ્ર જનજીવન થંભી ગયું હતું અને તેમાં શૈક્ષણિક કાર્ય પણ બાકાત નથી. તમામ શાળાઓ, કોલેજાે, યુનિવસિર્ટીઓ, કોચીંગ ક્લાસ, ટ્યુશન ક્લાસ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો વારો આવ્યો હતો. આથી મોટાભાગની સંસ્થાઓએ ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કયુँ હતું અને જેમ-તેમ કરીને પોતાનો અભ્યાસક્રમ પુર્ણ કયોર્ હતો વિદ્યાર્થીઓને પણ ઓનલાઇન શિક્ષણ કપરૂ લાગ્યું હતું અને તેઓએ પણ અધકચરો જ અભ્યાસ કયોર્ હતો તેવો એક બહુમત પ્રવર્તી રહ્યો છે. ત્યારે હવે જુલાઇ મહિનો આવી રહ્યા છે અને મોટાભાગની યુનિવસિર્ટીઓએ પરીક્ષા લેવાની જાહેરાત કરવાની શરૂ કરી હતી ગુજરાત યુનિવસિર્ટી અને બીજી ઘણી યુનિવસિર્ટીઓ તેમાં જાેડાઇ હતી અને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના તમામ ઉમેદવારોની પરીક્ષાની જાહેરાત આપી દીધી હતી તેના કારણે વિદ્યાર્થીઓ ધુંઆફુંઆ થયા છે અને તેઓમાં પણ બે જૂથ પડી ગયા છે. એક જૂથ ફીઝીકલ એક્ઝામ લેવાની તરફેણ કરી રહ્ય્šં છે જ્યારે બીજું જૂથ માસ પ્રમોશન, મેરીટ બેઝ પ્રોગ્રેશન અથવા ઓનલાઇન પરીક્ષાની વાતો ચાલી રહી છે. કોલેજના પહેલા, બીજા, કે ત્રીજા સમેસ્ટર વાળાનો બહુ વાંધો નથી કારણ કે સ્નાતક કક્ષાએ ઇન્ટરનલ માર્કસના આધારે માસ પ્રમોશ આપીને તેની ફાઇલ પરીક્ષાઓ ટાળી શકાય છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ફાઇનલ એક્ઝામ અથવા તો આખરી સેમેસ્ટર આપવા વાળાને થયો છે. કારણ કે આ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન કરવામાં આવે તો તેઓને આગળના પ્રવેશમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. તો ચાલો શું છે આ વિદ્યર્થીઓની મુશ્કેલી તે જણાવીએ.
ફાઇનલ ઈયરના વિદ્યાર્થીઓનો સળગતો પ્રશ્ન
ઉપર આપણે ચચાર્ કરી છે તેમ આખરી વર્ષના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમસ્યાને લઇને ખુદ વિદ્યાર્થીઓ તો મુશ્કેલીમાં મૂકાયા જ છે પરંતુ ખુદ સરકાર અને યુનિવસિર્ટીઓ ધર્મસંકટમાં મૂકાઇ ગયા છે. ફાઇનલ ઈયરમાં અને ખાસ કરીને સ્નાક કરતા વિદ્યાર્થીઓને આગળ માસ્ટર ડિગ્રી, સરકારી નોકરી કે બીજા કોઇપણ કામ માટે ડિગ્રી અને તેના ગુણાંક અત્યંત જરૂરી છે. કોઇ સ્પધાર્ત્મક પરીક્ષા આપીને પ્રખ્યાત કોલેજાેમાં પ્રવેશ માટે પણ તૈયારી કરવાની હોય તેમા પણ આવા માર્ક અમુક જગ્યાએ ધ્યાનમાં લેવાતા હોય છે. ત્યારે હવે કરવું શું ? એક વર્ગ એવી દલીલો કરી રહ્યો છે કે જે વિદ્યાર્થીઓ આટલા વષોર્ સુધી આકરી મહેનત કરીને આખરી વર્ષમાં પહોંચ્યા છે ત્યારે તેમને જાે માસ પ્રમોશન કે કોઇ અન્ય વિકલ્પમાં જે ગુણ આવે તેમાં તેઓને અન્યાય થાય તેમ છે. વળી માર્કશીટમાં પણ ‘માસ પ્રમોશન નો ઉલ્લેખ કરવામાં આવે તે પણ કોઇને મંજૂર નથી. આગળના ધોરણમાં પ્રવેશ જાે મેરીટ આધારીત હોય તો પણ એક પ્રશ્ન ઊભો જ છે. જ્યારે બીજી બાજુ જે વિદ્યાર્થીઓએ મહેનત નથી કરી તેઓ આસાનીથી પાસ થઇ જશે. જાે કોલેજ સત્તાવાળાઓ દ્વારા ગુણાંકની ગણતરીમાં ભૂલ કરવામાં આવે તો પણ ભૂલનો તો અવકાશ રહેલો જ છે અને વિદ્યાર્થીઓને અન્યાય થાય તેમ છે. ત્યારે હવે આ એક સળગતો પ્રશ્ન બની ગયો છે.
મામલો પહોંચ્યો છે કોર્ટમાં એટલે અંત ક્યારે આવશે ?
ફિઝીકલ એક્ઝામ લેવાનો મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે. જાે તેની ટૂંકમાં આપને સમજણ આપું તો દરેક યુનિવર્સીટીઓ ઉપર યુનિવસિર્ટી ગ્રાન્ટ કમિશન(યુજીસી)નું નિયંત્રણ રહેતું હોય છે અને તેના બનાવેલા નિયમો અને માર્ગદર્શનોનું પાલન કરવાનું હોય છે. યુજીસી દ્વારા એક પરિપત્ર બહાર પાડીને દરેક રાજ્યોની યુનિવસિર્ટીઓને પોતાની રીતે પરીક્ષા લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાનું જણાવવામાં આવ્યું હતું તેનું અર્થઘટન કરીને ગુજરાત યુનિવસિર્ટી તથા અન્યોએ પરીક્ષાની તારીખો અને પ્રક્રિયા જાહેર કરી દીધી હી તેના કારણે વિદ્યાર્થી આલમમાં ભારે નારાજગી પ્રસરી ગઇ હતી જે રૂબરૂ આવીને પરીક્ષાની ગોઠવણ કરવામાં આવે તો કોરોનાના સંક્રમણનો મોટો ભય છે કારણ કે તેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પરીક્ષા માટેનો સ્ટાફ હાજર રહેવાનો હોય. તેના કારણે ફિઝીકલ એક્ઝામ લેવાની વિરૂદ્ધમાં એક જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં ગત સપ્તાહે કરવામાં આવી હતી બીજી એક અરજી પણ આ મુદ્દે કરવામાં આવી છે અને તેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે પરીક્ષા આપી શકે તે માટે એક એસઓપી (સ્ટાન્ટર્ડ ઓપરેટીવ પ્રોસીજર) એટલે કે એક સર્વમાન્ય પદ્ધતી અખત્યાર કરો. હાલની પરીક્ષાઓ ઉપર મનાઇ હુકમ જારી કરી દો. ત્રીજી બાજુ પાંચ વર્ષના કાયદાના અભ્યાસક્રમના છેલ્લા વર્ષમાં ભણતા જુદી-જુદી કોલેજાેના વિદ્યાર્થીઓએ પણ જાહેર હિતની અરજી કરીને રૂબરૂ પરીક્ષાનો વિરોધ કયોર્ છે. ત્યારે હાલમાં આ તમામ પરીક્ષા પ્રક્રિયા અટકી ગઇ છે અને તે પણ હાઇકોર્ટના ચુકાદાના આધિન રહેશે. ચુકાદો ક્્યારે આવશે તે તો સમય જ બતાવશે. હાલમાં ગુજરાત બહારની અનેક શૈક્ષણિક સંસ્થાઓમા પ્રવેશ શરૂ થઇ ગયો છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.
સરકાર શું કરી રહી છે ?
રાજ્ય સરકારે હાલ પુરતી ગુજરાત યુનિવસિર્ટી અને પાટણની ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટિ દ્વારા પરીક્ષાઓ મોફુક કરી નાખી છે. બીજી બધી યુનિવર્સિટિઓને પણ એવું કહેવામાં આવ્યું છે કે તેઓ કોઈ સુરક્ષિત રસ્તો અખત્યાર કરે. હાલમાં ખાનગી યુનિવર્સિટિઓ કે જેઓ સ્વતંત્ર રીતે કામ કરે છે. તેમણે તો વિકલ્પો અપનાવીને પોતાના વિદ્યાર્થીઓને બચાવી લીધા છે. પરંતુ સરકારી યુનિવર્સિટિઓ હસ્તકની કોલેજાેમાં મોટો પ્રશ્ન ઉભો થયો છે. હાઈકોટેર્ હવે આવા કેસોની સુનાવણી કરી અને કોઈ વચ્ચેનો રસ્તો કાઢે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. ત્યારે હવે આ વિકટ પરિસ્થિતિમાં સરકાર એક સુંદર આયોજન કરીને સર્વમાન્ય હોય તેવી એક પ્રક્રિયા નકકી કરીને હાઈકોર્ટમાં રજુ કરે અને તે મંજુર થાય તે જ સમયનો તકાદો છે. નહી તો લાખો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થશે પૈસાપાત્ર વિદ્યાર્થીઓ તો કોર્ટમાં જઈને ન્યાય મેળવી લેશે પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ખાસ્સી તકલીફ પડે તેમ છે.
મૂંઝવણ તમારી ઉકેલ અમારો
સવાલ – મારૂં નામ રઝા અન્સારી છે અને મારે જાણવું છે કે, એરપોર્ટ મેનેજમેન્ટ અને ગ્રાઉન્ડ સ્ટાફનો કોર્ષ કરવા માટે શું લાયકાँઈ જાેઇએ ? તેમાં શું કરવાનું હોય છે ? સરકારી નોકરી મળે કે ખાનગી ?
જવાબ – એરપોટેર્ મેનેજમેન્ટ કે એરલાઇન્સને લગતો કોઇપણ અભ્યાસક્રમ માટે ધોરણ-૧૨ની લઘુત્તમ લાયકાત જાેઇએ. આ ઉપરાંત તમે દેખાવડા, વાચાળ, હાજર જવાબી અને સારી બુદ્ધિમત્તા ધરાવતા હોવ તે જરૂરી છે. કારણ કે આવા ઉમેદવારોની એરલાઇન્સ કંપનીઓમાં ઝડપથી પસંદગી થાય છે. હવે બીજી વાત કરૂં તો એરપોર્ટ મેનેજમેન્ટ અને એરલાઇન્સની આખી બાબત ભિન્ન છે. એરપોર્ટ સરકાર હસ્તક હોય છે અને એરલાઇન્સની આવન-જાવન નિયંત્રણ તેમજ અન્ય વહીવટી બાબતો માટે જે સ્ટાફની ભરતી કરવામાં આવે છે તે મોટાભાગે સરકારી સ્ટાફ હોય છે. તેની ભરતી એરપોર્ટ ઓથરિટી ઓફ ઇન્ડિયા, સ્ટાફ સિલેક્શન કમિશન કે પછી યુનિયન પબ્લિક સર્વીસ કમિશન મારફત થાય. જ્યારે એરલાઇન્સ કંપનીમાં નોકરી તે ખાનગી નોકરી છે પરંતુ પગાર સારા હોય છે. તેની તાલિમ પણ ખાનગી સંસ્થાઓ જ આપતી હોય છે અને તેઓ મોટાભાગે અખબારો અને બીજા માધ્યમોમાં જાહેરાત આપતા હોય છે. તો તેની યોગ્યતા તપાસીને ઝંપલાવવું. ઓલ ધ બેસ્ટ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews