વિસાવદરનાં મુંડીયા રાવણી ગામે વૃધ્ધને ઘરે બોલાવી માર મારતાં ફરીયાદ

0

વિસાવદર તાલુકાનાં મુંડીયા રાવણી ખાતે રહેતાં દેવજીભાઈ ભુરાભાઈ વાઘેલાએ પોલીસમાં આ કામનાં આરોપી વાલજી હકુભાઈ, વિલાસ વાલજીભાઈ, સામજી વાલજી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપીઓએ ફરીયાદીને પોતાના ઘરે બોલાવી આરોપી વાલજી હકુભાઈનાઓએ ફરીયાદીને કુહાડીનો એક ઘા માથામાં મારી તથા આરોપી વિલાસ વાલજીભાઈએ ફરીયાદી દેવજીભાઈને માથામાં પાઈપ મારી તથા આરોપી સામજી વાલજીએ ફરીયાદીની પાછળ ભાલુ લઈ દોડી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!