અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. પરંતુ હવે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ રાજ્ય ઉપરથી ફંટાઈ જતાં વરસાદનું જાેર ઘટી જશે. જાે કે, આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે સામાન્ય વરસાદી ઝાપટાં પડશે તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. આગામી અઠવાડિયે એટલે કે ૧૫ જુલાઈથી ફરી રાજ્યમાં સારો વરસાદ પડશે તેવી શક્યતા છે. હાલ વરસાદ પડી રહ્યો હોવા છતાં વાતાવરણમાં ભેજ અને ઉકળાટ જાેવા મળી રહ્યો છે. જેના કારણે લોકો બેહાલ બન્યા છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે ચોમાસની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થતી હોય છે. પરંતુ આ વષેર્ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. સારો વરસાદ લાવે તેવી સિસ્ટમ હાલ સક્રિય નથી. પરંતુ ૧૫થી ૨૨ જુલાઈ દરમ્યાન બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેનાથી ૩૦ જુલાઈથી ૮ ઓગસ્ટ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ વખતે ચોમાસાની શરૂઆતમાં જ સમગ્ર રાજ્યમાં સરેરાશ ૨૭.૭૫ ટકા વરસાદ નોંધાઈ ગયો છે. જયારે દ્વારકા જિલ્લામાં તો વરસાદે અત્યારસુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews