જૂનાગઢ જીલ્લામાં સીઝનનો પપ ટકા વરસાદ પડયો : ૮ ડેમ ઓવરફલો થયા

0

જૂનાગઢ જિલ્લામાં અવિરત ત્રણ દિવસ સુધી હેત વરસાવી મેઘરાજા જિલ્લા ઉપર ઓળધોળ થઇ ગયા હતા અને સમગ્ર જિલ્લામાં સચરાચર વરસાદ વરસી પડયા હતા અને સરેરાશ સીઝનના પ્રારંભમાં જ વરસાદના પ૦ ટકા જેટલા નીર ઠાલવી દેતા, ખેડૂતો ગેલમાં આવી ગયા છે, જિલ્લાની મોટા ભાગની નદીઓ બે કાંઠે તો અમુક નદીઓમાં ઘોડાપુર આવી જતા પાણીના તળ ઊંચા આવી ગયા છે, તો જિલ્લાના અનેક ગામોને પીવાના પાણીની અને સિંચાઇ માટે પાણી પૂરા પાડતાં ૮ જેટલા ડેમ છલકાઇ જતાં અને અન્ય ડેમ મા વિપુલ પ્રમાણમાં નવા નીર નો સંગ્રહ થાય લોકોમાં હાશકારો અને પાણી સમસ્યા મહદ અંશે ઓછી થશે એની ખુશી વ્યાપી જવા પામી છે. ગત રવિવારથી મન મૂકીને વરસેલ મેઘરાજાએ સોરઠને તરબોળ કરી મૂક્યું હતું, અને ગઇકાલે તારીખ ૮ સુધીમાં ગત વર્ષ કરતાં વધુ અને સરેરાશ વરસાદ કરતા જિલ્લામાં ૫૫.૨૦ ટકા જેટલો વરસાદ નોંધાયો છે જેને આંકડામાં જોઈએ તો, આજ તા. ૮ જૂલાઇ સુધીમાં આ સિઝનનો જૂનાગઢ તાલુકામાં ૩૮૩ મીમી., કેશોદમાં ૫૭૭ મી.મી., ભેસાણમાં ૪૬૭ મી.મી., મેંદરડામાં ૫૪૭ મી.મી., માંગરોળ ૩૮૫ મી.મી., માણાવદર ૬૫૧ મી.મી., માળિયા હાટીના ૬૭૬ મી.મી., વંથલી ૪૪૦ મી.મી. અને વિસાવદર તાલુકામાં ૪૪૮ મી.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા ૧૦ વર્ષના સરેરાશ વરસાદના પ્રમાણમાં ચાલુ ચોમાસાની સીઝનમાં જૂનાગઢ તાલુકામાં ૪૦ ટકા, કેશોદમાં ૬૮ ટકા, ભેસાણમાં ૬૭ ટકા, મેંદરડામાં ૫૮ ટકા, માંગરોળમાં ૪૪ ટકા, માણાવદરમાં ૮૧ ટકા, માળિયા હાટીનામાં ૬૮ ટકા, વંથલીમાં ૪૮ ટકા અને વિસાવદર તાલુકામાં ૪૨ ટકા મળી જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ ૫૫.૨૦ ટકા થઇ જવા પામ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!