જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ તાલુકાની સીમમાંથી ચોકકસ બાતમીનાં આધારે એલસીબી પોલીસે રેડ કરતાં ૯૮૬ બોટલ દારૂ રૂા. ર.૮૯ લાખનો અને મુદ્દામાલ ઝડપી લઈ આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકાનાં બલીયાવાડ ગામનાં અશોક ભગુભાઈ વાંકે ભેંસાણ તાલુકાની પાટલા ગામની સીમ તથા હડમતીયા ગામની વીડીમાં સરકારી ખરાબાની જગ્યામાં બાવળીયાની કાટમાં અલગ અલગ જગ્યાએ બહારથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ મંગાવી છુપાવી હોવાની બાતમી મળતાં પોલીસે રેડ પાડી ભેંસાણ પોલીસ સ્ટેશન ખાતે અશોક ભગુભાઈ વાંક સામે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધેલ છે. આ રેડ દરમ્યાન વિદેશી દારૂની કુલ ૯૮૬ બોટલ કિંમત રૂા. ર,૮૯,૭૬૦નો મળી આવેલ હતો. આ કામગીરીમાં ડીઆઈજી મનીન્દરસીંગ પવારની સુચના તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘનાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહીલ, પીએસઆઈ ડી.જી. બડવા, વી.એન. બડવા, બી.કે. સોનારા, વી.કે. ચાવડા, બી.બી. ઓડેદરા, એસ.એ. બેલીમ, ડી.આર. નંદાણીયા, જે.એચ. મારૂ, યશપાલસિંહ જાડેજા, સાહિલભાઈ સમા, ડાયાભાઈ કરમટા, દિનેશભાઈ કરંગીયા, કરશનભાઈ કરમટા, દિવ્યેશકુમાર ડાભી, જયદીપભાઈ કનેરીયા, ભરતભાઈ સોલંકી, માનસીંગભાઈ જીવાભાઈ, મુકેશભાઈ કોડીયાર વગેરે પોલીસ સ્ટાફ દારૂનાં દરોડામાં જાેડાયો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews