ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો સુત્ર સ્વામી વિવેકાનંદનો જીવનમંત્ર બન્યું


વેદનું વિધાન – ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો.’ વેદનું આ વિધાન સ્વામી વિવેકાનંદનો જીવનમંત્ર બન્યું.
આપણા શરીરમાં ત્રણ પ્રકારની આંખ છે. પ્રથમ સામાન્ય આંખ જેનાથી આપણે રોજબરોજના જીવનમાં તેમજ વૈશ્વિક ઘટનાઓને જાેઈ શકીએ છીએ. ઊઠો – આપણે રાત્રે નિંદ્રાધીન થઈએ છીએ અને સવારે આંખ ખુલે, તેને આપણે ઊઠવું કહીએ છીએ. સામાન્ય પશુ પક્ષીઓ પણ આ સામાન્ય આંખ વડે ઉઠ ેછે. વિજ્ઞાન ટેક્નોલોજીના યુગમાં, જાે આપણી આંખોમાં કણું પડે અથવા કોઈ રોગ થાય તો તેની સારવાર માટે અદ્યતન હોસ્પિટલોની સુવિધાઓ છે.
બીજી આંખએ બુધ્ધિ કે કે મનની આંખ છે, જેને જ્ઞાનની આંખ પણ કહે છે. આ આંખને ખોલવા માટે પણ વિજ્ઞાન ટેકનોલોજીના આ યુગમાં શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને વિશ્વ વિદ્યાલયોની સુવિધાઓ છે. આજે જે કંઈપણ વૈશ્વિક વિકાસ થયો છે તેના પાયામાં આ મન કે બુધ્ધિની આંખ છે તેને જાગવું કહે છે. આ કાર્ય વિદ્યાલયના શિક્ષકો અને અધ્યાપકો કરે છે.ત્રીજી આંખ એ હૃદયની આંખ-પાંખ છે. હૃદયની આંખ એ સંવેદના, ભાવનાની આંખ છે જેમાં સુખ અને દુઃખનો ભાવ-સંવેદના છે. ૨૧મી સદીના વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં બૌધ્ધિક વિકાસ દ્વારા માહિતીનો વિસ્ફોટ થયો છે. માનવી-માનવી વચ્ચેનુ ભૌગોલિક અંતર ઘટ્યું હોવા છતાં માનવી-માનવી વચ્ચેનું સામાજિક અંતર ઘટ્યું છે. આજના આ યુગમાં હૃદયની આંખ ખોલી શકે એવી કોઈ વ્યવસ્થા નથી. આ આંખ ખોલી શકે કે સંવેદના જગાડી શકે તેવા સંતો, ઋષિઓ, મુનિઓ, યોગીઓ અને સદગુરૂઓ આ કાયોર્ કરી શકે છે. માતા-પિતા અને શિક્ષકો પણ તેમાં પોતાનું યોગદાન આપી શકે છે. આજના યુગમાં તેની સૌથી વધુ જરૂર છે. સ્વામીવિવેકાનંદના જીવનમાં આવા સદગુરૂ રામકૃષ્ણ પરમહંસ આવ્યા જેણે તેના હૃદયની આંખ ખોલી નાખી. તે પછીનો ઇતિહાસ તમે જાણો છો. રામકૃષ્ણ આશ્રમની સ્થાપના થઈ જેનો મંત્ર ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા છે’ આપના જીવનમાં પણ આ હૃદયની આંખ ખોલી શકે તેવા સદગુરૂ મળે અને માનવ-સેવા તમારા જીવનનું ધ્યેય બને અને ‘વસુધૈવ કુટુંબક્મ’ ભાવના દ્વારા વિશ્વ શાંતિ સ્થપાય એવી અભ્યર્થના.
“આંખ જુએ તે દ્રશ્ય, અને હૃદય માણે તે દર્શન.
પગ ચાલે તો પ્રવાસ થાય, પણ દિલ ચાલે તો યાત્રા થાય.”
આપણે પણ આંખ અને પાંખ વડે આપણા હૃદયમાં રહેલા આત્મા-પરમાત્માને ઓળખીયે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!