છેલ્લાં ર૪ કલાકમાં જૂનાગઢમાં ૩નાં મોત : મૃત્યુઆંક ૭

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાના કેસોનું સતત સંક્રમણ વધી રહયું છે જેનાં કારણે શહેરીજનો તેમજ આરોગ્ય વિભાગ ચિંતીત બનેલ છે. જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે મૃત્યું થયાનાં બનાવોમાં પણ વધારો થઈ રહયો છે. જૂનાગઢ શહેરમાં લક્ષ્મીનગર ખાતે રહેતા એક ૬૮ વર્ષનાં પુરૂષનું સિવીલ હોસ્પીટલમાં કોરોનાનાં કેસમાં મૃત્યું થયું છે. મૃતકને ડાયાબીટીસ અને હૃદયની તકલીફ હતી. તેનાં મરણનું કારણ ડેથ ઓડીટ કમીટીનાં રીપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.દરમ્યાન છેલ્લાં ર૪ કલાકમાં જૂનાગઢમાં કુલ ૩ મૃત્યુ થયાં છે અને અત્યાર સુધીમાં મૃત્યુઆંક ૭ ઉપર પહોંચ્યો છે. જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે કુલ ૧૩ પોઝીટીવ કેસો નોંધાયા હતાં અને ૪૬ વ્યકિતઓ સ્વસ્થ બનતા તેઓને ડીસ્ચાર્જ કરી મુકવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ચિંતાજનક રીતે કોરોનાના કેસનો વધારો થઈ રહેલ છે. જૂનાગઢ શહેરમાં ૮ કેસ સાથે જિલ્લામાં કુલ ૧૩ કેસ કોરોનાના નોંધાયા છે જેમાં વિસાવદરના જૂની ચાવંડ ગામના ૬૦ વર્ષીય વૃધ્ધ અને અગાઉ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલા જૂનાગઢ તાલુકાના માંડલીકપુર ગામનાં ૬૦ વર્ષના એક વૃધ્ધનું મૃત્યુ નીપજતાં જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ મૃત્યુ આંક ૬ થયો છે. જૂનાગઢ શહેરમાં નોંધાયેલા કોરોનાના કેસોમાં દુવારા ચોકમાં રહેતો ર૪ વર્ષીય યુવાન, ટીંબાવાડીમાં રહેતા ૪૮ વર્ષનાં વ્યક્તિ, લક્ષ્મીનગરમાં રહેતા ૪ર વર્ષીય વ્યક્તિ, ખાખીનગરમાં રહેતા પ૮ વર્ષનાં વૃધ્ધ મહિલા અને હર્ષદનગરમાં રહેતા ૩૦ વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. જયારે જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે વધેલા કોરોનાના કેસોમાં વિસાવદરના કાલસારી ગામના ૭ર વર્ષના વૃધ્ધ, જૂની ચાવંડ ગામના ૬૦ વર્ષીય વૃધ્ધ અને મુરલીધર પ્લોટમાં રહેતા બાવન વર્ષનાં મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. કેશોદના બરસાના સોસાયટીમાં રહેતા ૩પ વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ગઈકાલે જૂનાગઢનાં કુલ ૧૦ પોઝીટીવ કેસ અને બે ગીર સોમનાથ જીલ્લાનાં જેમાં ૪૭ વર્ષીય પુરૂષ અને ર૦ વર્ષની મહિલા, ધાવા તાલુકા અને ૬૦ વર્ષની મહિલા પોરબંદરનાં અને અન્ય જીલ્લાનાં ત્રણ પોઝીટીવ કેસ આવેલા છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં કુલ શહેર અને જીલ્લાનાં થઈને ર૧૬ કેસ પોઝીટીવ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે ૬નાં મૃત્યું થયા છે. જયારે હાલ ૭૧ કેસ એકટીવ રહયા હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!