જૂનાગઢનાં એચપી કોકો પેટ્રોલપંપમાંથી ર૩ હજારનાં મુદ્દામાલની ચોરી

જૂનાગઢનાં હર્ષદ નગર યોગેશ્વર નગર ખાતે રહેતાં સાહીલ હમીદખાન બ્લોચએ પોલીસમાં આ કામનાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી રાત્રીનાં એચપી કોકો પેટ્રોલપંપમાં ડિલેવરી મેન તરીકે નોકરી કરે છે દરમ્યાન એચપી કોકો પેટ્રોલપંપના ઉપરના ભાગે આવેલ ખુલ્લા સ્ટોર રૂમમાં એચપી રેસર કંપનીના બોકસ રાખવામાં આવેલ જે બોકસમાં ઓઈલનાં એક-એક લીટરનાં કેન નંગ-પ૦ રૂા.૧ર હજારનાં તથા સ્ટાફ રૂમમાં સેબાઝભાઈ સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે ઉપરના ભાગે આવેલ સ્ટોર રૂમમાં પ્રવેશ કરી ફરીયાદીનો ઓપો એ-૩૧ મોબાઈલ રૂા.પ હજારની કિંમતનો તથા સેબાઝનો સેમસંગ કંપનીનો મોબાઈલ રૂા.૬ હજારની કિંમતનો મળી કુલ રૂા.ર૩ હજારનાં મુદ્દામાલની ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnewsજૂનાગઢનાં એચપી કોકો પેટ્રોલપંપમાંથી ર૩ હજારનાં મુદ્દામાલની ચોરી

error: Content is protected !!