જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર ઘરફોડી ચોરી

જૂનાગઢનાં ગીતાજંલી હાઉસીંગ બોર્ડ બ્લોક નં.૧૮ ખાતે રહેતાં રવી રોહિતકુમાર પંડ્યાએ પોલીસમાં આ કામનાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તથા તેમનાં મમ્મી પોતાના મુળ વતનમાં ગયેલા તે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સે ફરીયાદીનાં ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરની અંદરનો સામાન વેર-વિખેર કરી સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ રકમ મળી કુલ રૂા.૧૩,૧પ૦ની મતાની ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!