વેરાવળમાંથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

0

ગીર સોમનાથ જીલ્લા એસ.ઓ.જી. બ્રાન્ચે પેટ્રોલીંગ દરમ્યાન વેરાવળ બસ સ્ટેશન પાસેથી કોડીનારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધેલ છે. એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.એલ. વસાવા, પી.એસ.આઇ. વી.આર. સોનારા, નરવણસિંહ ગોહીલ, ગોવિંદ વંશ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન બાતમીના આધારે કોડીનારના ગુન્હામાં નાસતો ફરતો આરોપી જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાયજાદા (ઉ.વ.૩પ રહે.કોયલાણા, તા. કેશોદવાળા) ને વેરાવળ બસ સ્ટેશન પાસેથી સી.આર.પી.સી. કલમ ૪૧-૧ આઇ મુજબ ઝડપી લઇ કોડીનાર પોલીસને સોંપવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!