બે દિવસ મેઘરાજાએ વિરામ લીધા બાદ ગઈકાલે બપોર બાદ ગીર-સોમનાથ જીલ્લાના છ તાલુકામાં અડધોથી એક ઇંચ જેવો વરસાદ વરસેલ છે. ગીર-સોમનાથ જીલ્લાના છ તાલુકામાં ચાર દિવસ સુધી મેઘરાજાએ મુકામ કરી મનમુકીને વરસ્યા બાદ છેલ્લા બે દિવસથી વિરામ લીધેલ હતો. દરમ્યાન ગઈકાલે ફરી મેઘરાજાએ મુકામ કરી બપોરે ચાર વાગ્યા બાદ ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ, સુત્રાપાડા, ઉના સહીતના વિસ્તારમાં હેતરૂપી વરસાદ વરસાવવાનું શરૂ કરેલ હતુ. ગઈકાલે સવારે છ થી સાંજે છ વાગ્યા સુધીમાં ઉનામાં
ર૯ મી.મી., કોડીનારમાં
૧ર મી.મી., ગીરગઢડામાં
૧૩ મી.મી., તાલાલામાં
૧૩ મી.મી., વેરાવળમાં
ર૧ મી.મી. અને સુત્રાપાડામાં ૧૮ મી.મી. વરસાદ પડેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews