ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનો વિસ્ફોટ : ૧ મૃત્યું અને ૧૪ નવા કેસ

0

ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે વધુ એક વખત કોરોના કેસોનો વિસ્ફોટ થયો છે. જીલ્લાના ઉના, તાલાલા અને વેરાવળ ત્રણ તાલુકાઓમાંથી એકીસાથે કોરોનાના ૧૪ પોઝીટીવ કેસ સામે આવ્યા છે. ગઈકાલે પોઝીટીવ આવેલા ૧૪ લોકો પૈકી એક પોલીસકર્મી છે જે જગવિખ્યાત સોમનાથ મંદિર ખાતે સુરક્ષામાં ફરજ બજાવતા હતા. તો વેરાવળમાં પોઝીટીવ આવેલ ૬૦ વર્ષીય મહિલાનું ગઈકાલે સવારે કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યું નિપજયં છે. જીલ્લામાં કોરોનાના કુલ ૧૩૭ પોઝીટીવ કેસો આવ્યા છે. જેમાંથી ૫૫ એકટીવ કેસ છે જયારે ૭૮ દર્દી સ્વસ્થ થતા રજા આપી દેવાય છે અને પાંચ દર્દીઓના મૃત્યું થયા છે. ગીર સોમનાથના જીલ્લા મથક વેરાવળમાં સોમનાથ ટોકીઝ વિસ્તારની સુપર કોલોનીમાં રહેતી ૬૦ વર્ષીય ફાતીમાબેન રહેમાન ગુરુવારે સાંજે કોરોના પોઝીટીવ આવેલ હતા. જેથી તેમની સીવીલ હોસ્પીટલમાં કોવીડ-૧૯માં સારવાર ચાલી રહેલ હતી. જેમાં ફાતીમાબેનની તબીયત લથડતા વેન્ટીંલેટર ઉપર લઇ સારવાર ચાલી રહેલ દરમ્યાન ગઈકાલે વહેલી સવારે મૃત્યું નિપજયું હતું. ફાતીમાબેનને ડાયાબીટીસની બિમારી પણ હતી. તેમના મૃત્યુનું કારણ ડેથ ઓડીટ કમીટી તપાસ કરી જાહેર કરશે. ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં કોરોનાનું લોકલ સંક્રમણ તેજ ગતિએ ફેલાય રહયું હોય તેવા એંધાણો જોવા મળી રહયા છે. જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના કેસની સંખ્યાામાં એકાએક નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહયો છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૨૫ કોરોનાના પોઝીટીવ કેસો આવ્યા હોવાની સાથે એક દર્દીનું મૃત્યું થયુ છે. દરમ્યાન ગઈકાલે એક જ દિવસમાં વેરાવળ, તાલાલા અને ઉના તાલુકામાંથી કોરોનાના ૧૪ પોઝીટીવ કેસો સામે આવ્યા છે અને એક દર્દીનું સારવારમાં મૃત્યું થયું છે. જેની વાત કરીએ તો વેરાવળમાં મોદીની વાડી પાસે રહેતા ૫૮ વર્ષીય પુરુષ (પોલીસ કર્મચારી), તાલાલા તાલુકાના આંકોલવાડી ગામમાંથી ૨૪ વર્ષીય યુવાન, ધાવા ગીર ગામમાંથી ૪૪ વર્ષીય પુરૂષ, ચિત્રોડ ગામમાંથી ૨૪ વર્ષીય મહિલા, સુરતથી તાલાલા આવેલ ૨૮ વર્ષીય યુવાન, ઉના શહેરમાં ટાવરચોક પાસે રહેતા ૭૦ વર્ષીય મહિલા, અંબાજીનગરમાં રહેતો ૩૨ વર્ષીય પુરૂષ, ઉના તાલુકાના દાંડી ગામમાંથી ૩૦ વર્ષીય મહિલા, દેલવાડા ગામમાંથી ૩૪ વર્ષીય પુરુષ, ગરાળા ગામમાંથી ૪૦ વર્ષીય પુરુષ અને ૪૫ વર્ષીય પુરુષ, અંજાર ગામમાંથી ૨૩ વર્ષીય યુવાન, કણેકબરડા ગામમાંથી ૪૫ વર્ષીય પુરુષ, આમોદ્રા ગામમાંથી ૨૫ વર્ષીય યુવાન મળી કુલ ૧૪ લોકો કોરોના પોઝીટીવ આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!