ખાલી ચર્ચાઓ નહીં પરંતુ ટૂંક સમયમાં સરકાર નિર્ણય નહીં લે તો બેરોજગાર યુવાનોના હિત માટે થશે ઉગ્ર આંદોલન

0

તાજેતરમાં બેરોજગારીના મુદ્દાને લઈને ગુજરાતમાં ગરમાવો છે ત્યારે સરકાર દ્વારા બેરોજગાર સમિતિને મંત્રણા માટે બોલાવવામાં આવી હતી અને બેરોજગાર સમિતિમાં આંદોલનકારી પ્રવિણ રામ પણ સરકાર સાથે મંત્રણા કરવા જવાના હતા. પરંતુ અંતિમ સમયમાં પ્રવિણ રામે સરકાર સાથે મંત્રણા કરવાનું ટાળ્યું ત્યારે વિવાદ વધારે વકર્યો હતો અને આ બાબતે સફળ આંદોલનકારી પ્રવિણ રામ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, બેરોજગાર યુવાનોને ન્યાય મળે અને કોઈ પણ વર્ગન નુકશાન ન થાય તે માટે હું સમિતિ સાથે હતો પરંતુ સરકાર સમક્ષની સમિતિની અમુક માંગણી સાથે હું સહમત નહોતો કારણ કે એ માંગણીઓ ફરીથી ગુજરાતમાં વિવાદ ઉભો કરે તેવી શકયતાઓ હતી અને ગુજરાતમાં ફરીથી વિવાદ ઉભો થાય તો તમામ ભરતીઓ ફરીથી અટકી પડે અને ભરતીઓ અટકી પડે તો ગુજરાત રાજયના યુવાનોને મોટાપાયે નુકશાન થાય. સમિતિ તરફથી પહેલી મુખ્ય માંગણી એવી હતી કે, જેમની પરીક્ષાઓ લેવાઈ ગઈ છે એ તમામની નિમણુંકો આપી દેવામાં આવે ત્યારે આ માંગણીને ધ્યાનમાં લઈને જે ભરતીમાં ર૦૧૮નો ઠરાવ લાગુ પડતો હોય તેમાં નિમણુંકો ચાલુ કરવામાં આવે તો એલઆરડીમાં જેમ વિવાદ ઉભો થાય અને ફરીથી ભરતીઓ અટકી જાય તો તેનો ભોગ ગુજરાત રાજયના યુવાનોને બનવું પડે. આ બાબત દરેક વ્યક્તિ સમજી શકે, તેમ છતાં જાણી જાેઈને આ માંગ રખાતાં પ્રવિણ રામે સરકાર સાથેની બેઠકમાં જવાનું ટાળ્યું હતું. તેમજ આ બેઠક કોઈ નિર્ણય ન આવતાં તથા જાણી જાેઈને આવી માંગણી રખાતાં કે જે માંગણી વિવાદ ઉભો કરે એ વાતને ધ્યાને લઈ અનેક બેરોજગાર યુવાનોે આ અંગે પૂછતાં યુવાનોએ જણાવ્યું હતું કે, બેરોજગારીના આંદોલનને તોડવાનો કારસો ગોઠવાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ બાબતે પ્રવિણ રામને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, બેરોજગાર યુવાનોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ટૂંક સમયમાં ખાલી ચાર્ચા નહીં પરંતુ સરકાર દ્વારા જાે કોઈ નિરાકરણ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં બેરોજગાર યુવાનોના હિત માટે હું પોતે રસ્તા ઉપર ઉતરીશ અને કોઈને પણ અન્યાય ન થાય તે રીતે બેરોજગાર યુવાનો માટે ઉગ્ર આંદખોલન કરીશ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!