વિકાસના એન્કાઉન્ટરમાં CBI તપાસ માટે સુપ્રીમમાં અરજી, NHRCમાં પણ ફરિયાદ

0

કાનપુરમાં આઠ પોલીસકર્મીઓનો હત્યારા અને ઉત્તરપ્રદેશનો હિસ્ટ્રીશીટર આરોપી વિકાસ દૂબેને શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર કરાયો હતો. ગુરૂવારે ઉજ્જૈનમાંથી ધરપકડ કરાયેલા વિકાસને ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર કાનપુર લવાઇ રહ્યો હતો ત્યારે વરસાદ વચ્ચે વિકાસને જે ગાડીમાં બેસાડ્યો હતો તે પલ્ટી ગઇ હતી આ દરમ્યાન તેણે પોલીસની બંદૂક છીનવી ભાગવાનો અને પોલીસ ઉપર ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન પોલીસની ગોળી વાગવાથી તેનું મોત થયું હતું. જાે કે, વિકાસના એન્કાઉન્ટરની વાત કોઇને હજમ થતી નથી અને સોશ્યલ મીડિયા ઉપર ખાસી ચર્ચા જાગી છે. બીજી તરફ વિકાસ દૂબે અને તેના પાંચ સાથીઓના એન્કાઉન્ટરને લઇને સીબીઆઇ તપાસની માંગ સાથેની જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઇ છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં જણાવાયું છે કે, અથડામણના નામે પોલીસ દ્વારા આરોપીઓને મારવું કાયદા વિરોધી અને માનવ અધિકારનું ગંભીર ઉલ્લંઘન છે. દૂબેના એન્કાઉન્ટર પહેલા જ દાખલ થયેલી અરજીમાં તેના એન્કાઉન્ટરની પણ શંકા વ્યક્ત કરાઇ હતી. બીજી તરફ એન્કાઉન્ટરનો આ મામલો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સુધી પહોંચી ગયો છે. તહેસીન પૂનાવાલા તરફથી એનએચઆરસીમાં એન્કાઉન્ટરને લઇને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં ગેંગસ્ટર દૂબેના એન્કાઉન્ટર ઉપરાંત પાંચ સાથીઓને ઠાર કરવાની ઘટના પણ સામેલ છે. સાથે જ લખાયું છે કે, વિકાસ દૂબેએ પોતે બધાની સામે આત્મસમર્પણ કર્યું હતું ઉપરાંત દાવો કરાયો છે કે, વિકાસ દૂબે ટાટા સફારીમાં બેઠેલો દેખાયો હતો જ્યારે જે ગાડી પલ્ટી છે તે બીજી છે. આવા સમયે એન્કાઉન્ટર અને ઘટના શંકા ઉપજાવે છે. આઠ પોલીસની હત્યા બાદથી જ મનાતું હતું કે, તેનું એન્કાઉન્ટર કરી દેવાશે. પરંતુ જ્યારે તેની ધરપકડ થઇ ત્યારે એન્કાઉન્ટરની સંભાવના લગભગ સમાપ્ત થઇ ગઇ હતી. તેમ છતાં ધરપકડ કરવાના ૨૪ કલાકની અંદર જ તેનું એન્કાઉન્ટર કરી દેવાય છે જે વાત સરળતાથી સામાન્ય લોકોને હજમ થતી નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!