“ધર્મ કે જાતિ મને લાગુ પડતા નથી, મને નાસ્તિક જાહેર કરી દો” : હાઈકોર્ટમાં અરજી

0

‘કર્મ કે કુરૂક્ષેત્ર મેં, ના રૂપ કામ આતા હૈ, ના જૂઠ કામ આતા હૈ, ન જાતિ કામ આતી હૈ, ન બાપ કા નામ કામ આતા હૈ, સિર્ફ જ્ઞાન હી આપકો આપકા હકક દિલાતા હૈ.’ ઉપરોકત હરિવંશરાય બચ્ચન સાહેબની કવિતાની છેલ્લી ચાર પંક્તિઓને સાર્થક કરવાનો પ્રયાસ અમદાવાદના ઓટોરિક્ષા ડ્રાઈવર રાજવીર ઉપાધ્યાય કરી રહ્યા છે. ઓહ માય ગોડ ફિલ્મમાં જેમ એક નાસ્તિક કોર્ટમાં ભગવાન સામે કેસ કરે છે. બરાબર તેના જેવો એક કેસ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયા છે. જાે કે, તે ભગવાનમાં તો શ્રદ્ધા ધરાવે છે પરંતુ ધર્મ કે જાતિને અસર કરતાં નથી તેથી તેણે વિચિત્ર પણ સરાહનિય માગણી કરી છે. અમદાવાની આ વ્યક્તિને નાસ્તિક જાહેર કરવા માટે હાઈકોર્ટની શરણ લીધી છે. રિક્ષાચાલક આ વ્યક્તિએ પોતાની દીકરી કે જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના સર્ટીફિકેટમાં પણ તેમની જાતિ કે ધર્મ લખાવ્યા નથી. રાજવીર ઉપાધ્યાય જે કર્મે રિક્ષાચાલક છે અને ધર્મે હિન્દુ છે પણ તેે સમાજમાં નવો અભિગમ અપનાવવા પ્રયાસ કરી રહ્યો છે. થોડા સમય અગાઉ પોતાની ૧૩ વર્ષની દીકરી આકાંક્ષાનું સ્કૂલનું સર્ટિફિકેટ લીધું તેમાં પણ તેણે ધર્મ અને જાતિ નથી લખી જેના માટે ગાંધીનગર કલેક્ટરને અરજી કરી હતી જેમાં તેણે દક્ષિણ ભારતના આવા જ એક કિસ્સાને ટાંકીને મંજૂરી માંગી હતી. જે બાદ કલેક્ટર દ્વારા મંજૂરી મળતા આ મુજબનું સર્ટિફિકેટ પણ સ્કૂલમાંથી લીધું છે. બે વર્ષ અગાઉ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી અને માંગ કરી હતી કે પોતાને કોઈ જાતિ કે ધર્મ આધારે ન મૂલવવામાં આવે અને નાસ્તિક જાહેર કરવામાં આવે. જે અરજી હજી સુનાવણી હેઠળ છે જ્યારે અન્ય પણ એક અરજી કરી હતી કે જેમ અમેરિકાની ટેસ્લા કંપનીના મલિક એલોન મસ્કે જેમ તેેના બાળકનું નામ ગાણિતિક સૂત્રો મુજબ રાખ્યું છે તેમ કોઈના પણ નામ ના હોવા જાેઈએ માત્ર યુનિક નંબર આધારે માણસની ઓળખ થાય કોઈ જાતિ કે ધર્મ આધારે નહીં જેની પણ સુનાવણી ચાલી રહી છે. રાજવીર ઉપાધ્યાય માની રહ્યા છે કે, દેશમાં જાતિના આધારે જીવન વહેંચાયેલું છે જેના કારણે સામાજિક ભેદભાવ ઉદ્‌ભવી રહ્યા છે અને કોમી એકતા નથી જેથી જાે કોઈ કોમ જ ન રહે તો કોમી રમખાણો કે ભેદભાવ જ ન ઉદ્‌ભવે. તેમની આ સોચ સરાહનિય છે પરંતુ હવે જાેવાનું એ રહે છે કે,તેમની આ અરજી હાઈકોર્ટ સ્વીકારે છે કે, નહીં તેની ઉપર તેમનો આધાર છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!