ચાલુ વર્ષે શાળાઓમાં રર૧ને બદલે માત્ર ૧૩૭ દિવસ અભ્યાસ માટે મળશે : કોર્સ પૂર્ણ કરવો અશક્ય

0

કોરોના મહામારીને પગલે રાજયના વિદ્યાર્થીઓના શિક્ષણને પણ અસર થવા પામી છે. જેમાં ૧પમી ઓગસ્ટ સુધી શાળાઓ બંધ રહેવાની હોઈ અને તે બાદ શાળાઓ થાય તો વાર્ષિક અભ્યાસક્રમ કમ્પલીટ કરવા અને તે વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવાની બાબત પડકારજનક હોઈ આ સમગ્ર મુદ્દે રાજયના શાળા સંચાલકો તરફથી શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. શાળાઓ માટે માત્ર ૧૩૭ દિવસ જ શૈક્ષણિક કાર્ય માટે બાકી રહેતા હોવાનો મુદ્દો ખાસ ઉપસ્થિત કરાયો હતો. કોરોના મહામારીના કારણે સર્જાયેલી પરિસ્થિતિના પગલે સીબીએસસી ધો. ૯થી ૧૨માં અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયના પગલે ગુજરાત રાજયના શાળા સંચાલકોએ પણ ગુજરાતના શિક્ષણમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિના પગલે કેટલાક સૂચનો સાથે તર્કબધ્ધ રજૂઆત રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ કરી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૨૨૧ દિવસનું શિક્ષણ આપવામાં આવે છે.પરંતુ કોરોનાના લીધે ૮૪ દિવસ બાદ થઈ જતાં હવે માત્ર ૧૩૭ દિવસનું જ શૈક્ષણિક કાર્ય આપી શકાશે. ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું છે કે, ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦ -૨૧નું સત્ર ૨૦ એપ્રિલના રોજ શરૂ કરવા અંગેના હુક્મો શિક્ષણ વિભાગે કર્યા હતા. પરંતુ કોરોનાના કારણે ફક્ત ચાલુ શૈક્ષણિક વર્ષ પુરતી ૮ જૂનના રોજ શાળાઓ શરૂ કરવાની તારીખ નિયત કરાઈ હતી. પાછળથી કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ૧૫મી ઓગસ્ટ સુધી શાળાઓ શરૂ થવાની શક્યતા નહિવત્‌ જણાવી છે. ત્યારે ૮મી જૂનથી ૧૫મી ઓગસ્ટ સુધીના ૫૯ દિવસોનું શૈક્ષણિક કાર્ય થવાનું નથી. એટલે કે જૂનના ૨૦ દિવસ, જુલાઈના ૨૬ અને ઓગસ્ટના ૧૩ દિવસોનો સમાવેશ થાય છે. બીજી તરફ રાજય સરકારની ૨૦૨૧- ૨૨નું શૈક્ષણિક સત્ર ૧લી એપ્રિલથી શરૂ કરવાની નેમ છે. તેવા સમયે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ની વાર્ષિક પરીક્ષાઓ, માર્ચના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ કરવાની થાય. આમ આ બાબતને પણ ગણતરીમાં લઈએ તો માર્ચ એપ્રિલના શૈક્ષણિક કાર્યના અંદાજે બીજા ૨૫ દિવસ ઉમેરીએ તો કુલ ૮૪ દિવસનું શિક્ષણ કાર્ય થઈ શકે તેમ નથી. એટલે કે ગુજરાતની શાળાઓમાં ૨૨૧ દિવસ કે તેની આસપાસના વર્િંકગ ડે તરીકે રહે છે. તેમાંથી ૮૪ દિવસ બાદ કરીએ તો ચાલુ શૈક્ષણિક વર્ષમાં માત્ર ૧૩૭ દિવસનું જ શિક્ષણ કાર્ય થઈ શકે તેમ અત્યારે જણાય છે. તે જાેતા પ્રત્યેક વિષયના અભ્યાસક્રમને શૈક્ષણિક દિવસોની તુલનામાં જાેઈએ તો કુલ અભ્યાસક્રમના ૪૫થી ૫૦ ટકા અભ્યાસક્રમને પ્રત્યેક વિષયમાંથી બાદ કરવાનો રહે તેવું મંડળનું માનવું છે. ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના વર્તમાન હોદ્દેદારોમાં નિવૃત્ત શિક્ષકો, નિવૃત આચાર્યો અને શિક્ષણમાં વિવિધ એવોર્ડ પ્રાપ્ત કરનારા લેખકો, હોદ્દેદાર તરીકે સેવા આપે છે. આ હોદ્દેદારોની રચાયેલી કોર કમિટીએ આ અંગેનો અભ્યાસ કર્યો હતો. આ કમિટીની અંદાજે પાંચ બેઠક અને ૨૦ કલાક સુધી ચાલેલી ગહન તથા વિસ્તૃત ચર્ચા બાદ કેટલાંક તારણો નક્કી કર્યા છે અને તેને લઈને જ શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું તેઓ દ્વારા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!