વિસાવદર પંથકમાં ૩ દિવસમાં ૪ કોરોનાનાં ૮ કેસ આવતા લોકોમાં ચિંતાની લાગણી

0

વિસાવદર પંથકમાં કોરોનાએ એકાએક ફૂંફાડો માર્યો છે. છેલ્લા ત્રણ જ દિવસમાં ૮ કેસ કોરોના પોઝીટીવ નોંધાતા અને એકનાં મૃત્યુંની ઘટનાથી સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. આજે વધું ૪ કોરાના પોઝીટીવ નોંધાયા છે. જેમાં (૧) સ્ત્રી-ઉ.વ.૬૫ દરજી શેરી, વિસાવદર (૨) પુરૂષ-ઉ.વ.૩૨ નાની મોણપરી, તા.વિસાવદર (૩) પુરૂષ-૧૮ વર્ષ પીરવડ, તા.વિસાવદર (૪) પુરૂષ-ઉ.વ.૩૪ લીમધરા ગીર, તા.વિસાવદરનો સમાવેશ થાય છે. આગલા બે દિવસમાં (૧) સ્ત્રી-૩૩ વર્ષ, ફોરેસ્ટ કોલોની, વિસાવદર (૨) પુરૂષ-૭૨ વર્ષ, દરજી શેરી, વિસાવદર (૩) સ્ત્રી-૫૨ વર્ષ, મુરલીધર પ્લોટ, વિસાવદર (૪) પુરૂષ-ઉ.વ.૬૦ જૂની ચાવંડ, તા.વિસાવદર પૈકીના જૂની ચાવંડ ગામનાં ૬૦ વર્ષનાં વૃધ્ધનુ મૃત્યુ થયું હતુ. વિસાવદર પંથકમાં અત્યાર સુધીમાં કુલ-૨૦ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા છે. જેમાં મૃત્યું-૧, ડિસ્ચાર્જ-૧૦, એકટીવ-૯ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગલા કેસો ગ્રામ્ય વિસ્તારના હતા. પરંતુ વિસાવદર શહેર કોરોનાની મહામારીથી સંપૂર્ણપણે બાકાત હતં. જેમાં પરમ દિવસથી વિસાવદર શહેરમાં પણ કોરોનાની એન્ટ્રી થતા નગરજનોમાં ફફડી ગયા હતા. ગઇકાલથી જ વેપારીઓ બજારો બપોરના ૩ વાગ્યા બાદ સ્વયંભૂ બંધ રાખે છે. જેમાં શાકભાજીવાળાઓ પણ સ્વૈચ્છિક જોડાયા છે. વિસાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનાં વધતા કેસોથી વહિવટી તંત્ર પણ સતર્ક બન્યુ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!