જૂનાગઢમાં તહેવારોનાં દિવસોમાં આ વર્ષે માસ્ક અને સેનેટાઈઝરથી સજ્જ બનવું પડશે : સાવચેતી જરૂરી બનશે

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના કેસોનાં આક્રમણનો સતત વધારો થઈ રહ્યો છે અને સાથે જ આ વર્ષે તહેવારો નજીક આવી રહ્યાં છે. પરંતુ આ તહેવારની ઉજવણી શક્ય બનવાની નથી. દરેક સમાજનાં દરેક ધર્મોનાં તહેવારો અત્યાર સુધીમાં જે આવ્યા છે તે સાદાઈથી, સલામતી અને સાવચેતીનાં પગલાં અને કોવિડની ગાઈડલાઈન મુજબ જ ઉજવણી શક્ય બની છે ત્યારે નજીકનાં દિવસોમાં જ શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી, અધિકમાસ, ભાદરવો માસ, ગણેશ ઉત્સવ, નવરાત્રી અને દિવાળી અને બેસતા વર્ષનાં પર્વ આવી રહ્યાં છે ત્યારે આ તહેવારોની ઉજવણી આ વર્ષે સાવ ફીકી અને સાદાઈથી ઉજવવો પડે તેવો માહોલ સર્જાયો છે. દરેક સમાજમાં અને દરેક ધર્મમાં તહેવારોનું આગવું અને અનેરૂં મહત્વ હોય છે. પરંતુ આ વર્ષે માર્ચ માસની શરૂઆતથી જ કોરોનાનાં કહેર સામે લોકડાઉન સહિતનાં પગલાઓ જારી કરવામાં આવ્યા હતા અને ધંધા-રોજગાર, શૈક્ષણિક સંસ્થાઓ, મેળાવડાઓ, જાહેર સ્થળો વગેરે સદંતર બંધ રાખવામાં આવેલ હતું. એટલું જ નહીં પાન-મસાલા, હોટલો, રેસ્ટોરન્ટ, થિયેટરો, દેવસ્થાનો વગેરેમાં પણ પ્રતિબંધ રાખવામાં આવેલ હતો. ધાર્મિક સ્થળોમાં એટલે કે હિંદુ-મુસ્લિમ સહિતનાં વિવિધ સમાજાેનાં તહેવારોની ઉજવણી પણ સાદાઈથી અને કોવિડની ગાઈડલાઈન મુજબ જ કરવામાં આવી હતી. તહેવારોની ઉજવણીનો એક અનેરો આનંદ હોય છે. પરંતુ આ વર્ષે આ ઉજવણી શક્ય બની નથી તેનું કારણ કોરોનાનો ભય છે અને આ ભય હજુ કેટલો સમય યથાવત રહેશે તે કોઈ નક્કી નથી. આરોગ્ય વિભાગ, સરકાર અને સંબંધિત તમામ વિભાગ પણ કોઈ ચોક્કસ સમય નિર્ધારીત કરી શકતા નથી. કોરોના સંપૂર્ણ નાબુદ કયારે થાશે તે અંગેની કોઈ જાણકારી કે માહિતી કોઈ પાસે ઉપલબ્ધ નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાનું તો કહેવું એમ છે કે હજુ પણ કોરોના સહિતનાં રોગોનું આક્રમણ નવા વર્ષનાં આગમન સુધી સતતને સતત જળવાયેલું રહેશે. તેવા સમયમાં આગામી તહેવારોમાં લોકો મોજ-શોખની વસ્તુઓ, કપડાં-વસ્ત્રો વગેરે કરતાં એક જ બાબત ઉપર ભાર દેવો પડશે અને તે છે માસ્ક અને સેનેટાઈઝ. આગામી દિવસો એટલે કે તહેવારોનાં દિવસોમાં બજારોમાં ઠેક-ઠેકાણે જુદાં-જુદાં માસ્ક જ વહેચાતાં જાેવા મળશે અને દરેક ઘરો, ઓફિસો, સંકુલોમાં ફરજીયાત સેનેટાઈઝની બોટલો રાખવી જ પડશે અને લોકોએ પણ સતત સાવચેતી અને જાગૃતિ પાળવી પડશે. આપણી સલામતી માટે સતત જાગૃતિનાં પગલાં દાખવવા પડશે અને બાકી બધું ઈશ્વર અને પરવરદિગાર ઉપર છોડવું પડશે તેવો માહોલ હાલ જાેવા મળી રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!