સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.ચિંતન યાદવનાં વડપણ હેઠળ આસ્થા હોસ્પિટલ એન્ડ આઈસીયુ યુનિટનો આવતીકાલે શુભારંભ

જૂનાગઢ શહેર અને જીલ્લાની જનતાને જૂનાગઢનાં આંગણે જ ખુબ જ સારી આરોગ્ય સેવા પ્રાપ્ત થાય તે માટે ડો.ચિંતન યાદવ દ્વારા નવું સાહસ કરી અને આસ્થા હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવી રહેલ છે. દિલ્હી અને અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલનાં સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.ચિંતન યાદવ (એમ.ડી.એફઆઈસીએમ, પલ્મોનેરી એન્ડ ક્રિટીકલ કેસ સ્પેશ્યાલિસ્ટ)ની આસ્થા હોસ્પિટલ એન્ડ આઈસીયુ યુનિટનો આવતીકાલ રવિવાર તા.૧ર-૭-ર૦ર૦નાં રોજ બસ સ્ટેશનનાં બીજા ગેઈટ સામે, શિવ-શક્તિવાળી ગલી, લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી ખાતે મંગલ પ્રારંભ કરવામાં આવશે. આસ્થા હોસ્પિટલ એન્ડ આઈસીયુનું શુભ ઉદ્‌ઘાટન ડો.ચિંતન યાદવનાં માતા-પિતાનાં વરદ્‌હસ્તે ડીજીટલ ઉદ્‌ઘાટન કરવામાં આવશે. જૂનાગઢની સીવીલ હોસ્પિટલમાં છેલ્લાં ર વર્ષથી સેવા આપી રહેલાં સુપર સ્પેશ્યાલિસ્ટ એવાં ડો. ચિંતન યાદવનાં નવા સાહસ એવાં આસ્થા હોસ્પિટલ એન્ડ આઈસીયુનો આવતીકાલે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે સ્નેહીમિત્રો, શુભેચ્છકો દ્વારા તેઓને શુભકામનાં પાઠવવવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!