માંગરોળનાં બાબુભાઈ કાપડીનાં અવસાનથી ગમગીની

માંગરોળમાં સનાતન ધર્મના પ્રહરી પરીવારનાં સંતાન બાબુભાઈ કાપડીના નામે જાણીતા પ્રભુદાસ નગીનદાસ કાપડી (ઉ.વ. ૮૫)નું અવસાન થતાં માંગરોળ પંથકમાં ગમગીની ફેલાઇ જવા પામી છે. માંગરોળ સુધરાઈના પૂર્વ ઉપપ્રમુખ બાબુભાઈ વર્ષો સુધી પત્રકાર તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપતા રહ્યા હતા. તેઓ જૂનાગઢ માર્ગી સાધુ સમાજના કન્યા છાત્રાલયના ફાઉન્ડર મેમ્બર હતા. માંગરોળમાં સુધરાઈ સંચાલિત બાલમંદિર, લાઈબ્રેરી તથા કન્યા વિનય મંદિરની સ્થાપનામાં તેઓએ અગ્ર ભૂમિકા ભજવી હતી. સાલસ સ્વભાવ ધરાવતા બાબુભાઈ કાપડીના અવસાનથી માંગરોળ શહેરનું જાહેર જીવન રંક બન્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!