દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે હાલ વરસી ગયેલા અતિવૃષ્ટિ જેવા વરસાદ વચ્ચે ખેડૂતોને થતી હાલાકી મુદ્દે કિશાન નેતાઓ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરને એક સવિસ્તૃત પત્ર મુખ્યમંત્રીને સંબોધીને આપવામાં આવ્યો છે. ખંભાળિયાના જિલ્લા કલેકટરને સામુહિક રીતે અને મુખ્યમંત્રીને સંબોધીને પાઠવવામાં આવેલા આ પત્રમાં જણાવાયા મુજબ પાક ધિરાણના મુદ્દે પાક વીમા કંપનીઓને કથિત રીતે બચાવવા રાજ્ય સરકાર આ અંગેના પરિપત્રમાં જરૂરી સ્પષ્ટતા કેમ નથી કરતી ? આ પત્રમાં પ્રધાનમંત્રી પાકવીમા યોજનામાં નક્કી કરેલા જોખમો સામે રક્ષણ આપવા માંગ પણ કરાઈ છે. અતિવૃષ્ટિ બાબતે પાકવીમા કવચ મેળવવા અરજી કોને કરવી તે રાજ્ય સરકાર જાહેર કરે તેવી પણ રજૂઆત સાથે વાવણી પહેલાના જોખમ, વાવણી પછી ના જોખમ સામે અરજી ક્યાં કરવી ? તે મુદ્દે ચોખવટ તેમજ જે ખેડૂતોએ પાકવીમા પ્રીમિયમ ભર્યું છે. અતિવૃષ્ટિના કારણે પાકને નુકશાન છે એવા ખેડૂતોએ અરજી કોને કરવી ?, ખેડૂતોએ વીમા પ્રીમિયમ ભરી દીધું છે પણ વીમા પોલિસી રસીદ શા માટે આપવામાં નથી આવી ?, ધિરાણ ભર્યા વગર પાકવિમો કેમ સ્વીકારવામાં નથી આવતો ? તેવા સવાલો પણ કરવામાં આવ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews