ખંભાળિયાના ઓવરફ્લો જતા ઘી ડેમની મુલાકાત લેતા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ચોમાસાના પ્રારંભના આ દિવસોમાં ૫૩ ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો છે. આના કારણે ઠેર ઠેર ખાના-ખરાબીના દ્રશ્યોનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિમાં ખંભાળિયાનો ઘી ડેમ ચારેક ફૂટ જેટલી સપાટીથી ઓવરફલો થતા તેના કારણે ભયાવહ પુર જેવા પાણીમાં આ વિસ્તારમાંથી પસાર થતી અને શહેરને પાણી પુરુ પાડતી વોટર વકર્સની મેઈન લાઈન ધોવાઈ ગઈ હતી. આના અનુસંધાને અહીંના જિલ્લા કલેકટર ડાૅ. નરેન્દ્રકુમાર મીનાએ ઘી ડેમની મુલાકાત લીધી હતી. આ સ્થળે ચાલી રહેલા લાઈન રીપેરિંગના કામનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. અને આ લાઈન તાત્કાલીક રીપેર થાય તે માટે પાલિકા તંત્ર તથા અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!