જૂનાગઢ જિલ્લામાં માસ્ક પહેર્યા વગર ફરતા ૭૦૦૦ લોકો દંડાયા : રૂા. તેર લાખ છયાંસીહજાર ચારસોનો દંડ


તાજેતરમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહેલ છે ત્યારે જૂનાગઢ રેન્જ આઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા લોકડાઉનમાં છૂટછાટ અપાઈ હોય તે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ સિંઘ દ્વારા જાહેરનામું બહાર પાડી ફરજીયાત માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવામાં જાહેરનામાનો ભંગ કરતા લોકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા આપવામાં આવેલ સૂચના અંતર્ગત જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચનાને આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ જે.પી.ગોસાઈ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.સોલંકી,  સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ એન.કે.વાજા, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ. સોલંકી તથા સ્ટાફની જુદી જુદી ટીમો દ્વારા શહેર વિસ્તારના જુદા જુદા પોઇન્ટ ઉપર ચેકીંગ હાથ ધરી, માસ્ક વગર ફરતા લોકોને માસ્ક નહીં પહેરવા બદલ રૂા. ૨૦૦ દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનાર લોકોને દંડ કરી, જુદી જુદી ટીમો દ્વારા દંડ કરી, લોકોમાં બહાર નીકળે ત્યારે માસ્ક અવશ્ય પહેરવા જાગૃતિ લાવવા પ્રયાસ કરી, કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ માસ્કની ખાસ ડ્રાઈવની કાર્યવાહી દરમ્યાન છેલ્લા આશરે ૧૫ દિવસ દરમ્યાન જૂનાગઢ ડિવિઝન વિસ્તારમાં એ ડિવિઝનમાં ૧૮૩૦, બી ડિવિઝનમાં ૯૮૩, સી ડિવિઝનમાં ૫૪૩, તાલુકા પોલીસ સ્ટેશનમાં ૫૩૭, ભવનાથ પોલીસ સ્ટેશનમાં ૪૧૮, મેંદરડા પોલીસ સ્ટેશનમા ૮૮૬, વિસાવદર પોલીસ સ્ટેશનમાં ૮૮૧, ભેસાણ પોલીસ સ્ટેશનમાં ૩૬૫, મળી તમામ પોલીસ સ્ટેશન દ્વારા જૂનાગઢ ડિવિઝન વિસ્તારમાં કુલ ૬૯૩૨ જેટલા આશરે ૭૦૦૦ વ્યક્તિઓને માસ્ક પહેર્યા વગર નીકળતા પકડી પાડી, કુલ રોકડ રૂા. ૧૩,૮૬,૪૦૦ નો દંડ કરી દંડનીય કાર્યવાહી કરી, કાયમી માસ્ક પહેરવા જાણ કરી, જાગૃતિ લાવવામાં આવેલ હતી. લોકડાઉનમા છૂટછાટ આપ્યા બાદ માસ્ક નહીં પહેરતા, સાંજના સાત વાગ્યા બાદ જાહેરનામાનો ઉલ્લંઘન કરી, પોતાની લારીઓ ચાલુ રાખતા નાસ્તાની લારીઓ તથા દુકાનો ઉપર કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે. ઉપરાંત રાત્રીના કલાક ૧૦ વાગ્યા બાદ કામ વગર ફરતા લોકો, ઉપરાંત લગ્ન પ્રસંગમાં ૫૦ કરતા વધુ માણસોને બોલાવી પ્રસંગ ઉજવાતા લોકો વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!